ETV Bharat / state

અતુલ હાઇવે પર પૂર ઝડપે દોડતી કારનું ટાયર ફાટ્યું, પરિવારનો આબાદ બચાવ - નેશનલ હાઇવે 48

અતુલ નેશનલ હાઈવે નંબર-48 પર વાપીથી સુરત જઈ રહેલી કારનું ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાના પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

valsad news
પૂર ઝડપે દોડતી કારનું ટાયર ફાટ્યું
author img

By

Published : Nov 19, 2020, 9:42 AM IST

  • અતુલ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના
  • પૂર ઝડપે આવી રહેલી કારનું ટાયર ફાટ્યું
  • કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ

વલસાડઃ અતુલ નેશનલ હાઈવે નંબર-48 પર વાપીથી સુરત જઈ રહેલી કારનું ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કારમાં સવાર પતિ-પત્ની અને બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો.

ચાલુ કારે ટાયર ફાટતા ઘટના બની

વાપીથી કાર નંબર GJ05-JK-2809માં સુરત જઈ રહેલા એક દંપતિને અકસ્માત નડ્યો હતો. અતુલ પાસેનો ઓવરબ્રિજ ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન કારનું આગળનું ટાયર અચાનક ફાટી જતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

પૂર ઝડપે દોડતી કારનું ટાયર ફાટ્યું
કારમાં સવાર પત્ની અને બાળકીનો આબાદ બચાવ કારચાલકની પત્ની ડ્રાઇવર સીટની બાજુમાં બેઠી હતી તેમજ 3 વર્ષની બાળકી પાછલી સીટ પર હતી. સદનસીબેે પાછળથી કોઈ મોટું વાહન આવતું ન હોવાથી આ પરિવારનો આબાદ બચાવ થયો હતો.ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા કાર ધડાકાભેર અથડાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દંપતી તેમજ બાળકીને બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત કાર લઇ જવા માટે ટોઇંગ વાહન બોલાવવાની તજવીજ હાથ ધરી તેમને મદદરૂપ બન્યા હતા.

મહત્વનું છે કે, આ અગાઉ પણ અતુલ હાઇવે ઉપર અનેક અકસ્માત બન્યા છે. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છતાપણ અહીં હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પણ સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા નથી. જેના કારણે વાહન ચાલકો બેફામ વાહનો હંકારતા હોય છે અને અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.