2004માં વિદ્યાસહાયકની ભરતી બહાર પડી હતી દાહોદ જિલ્લામાં જ્યાં 74 લોકોએ અરજી કરી
17 વર્ષ વીતવા છતાં હજુ સુધી વલસાડ જિલ્લાના 50થી વધુ ઉમેદવારોને નોકરી મળી નથી
40 ટકા એસ.ટી ની ભરતી હોવા છતાં માત્ર 26 ટકા જેટલી ભરતી કરવામાં આવી
17 વર્ષ કરતાં પણ વધુ સમય થતા નોકરી મળી નથી
2004માં દાહોદ જિલ્લા પંચાયતમાં વિદ્યાસહાયકની ભરતી માટે વલસાડ જિલ્લામાંથી પણ 50 થી વધુ લોકોએ ઉમેદવારી કરી હતી, પરંતુ આ બાબતને આજે 17 વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો છે તેમ છતાં પણ હજુ સુધી ઉમેદવારી કરનાર ને નોકરી સુવિધા મળી નથી. માત્ર ગણતરીના લોકોને નોકરી આપ્યા બાદ અન્ય ઉમેદવારને કોઈ પણ કારણ આપ્યું નથી અને નોકરી પણ આપવામાં આવી નથી. જેના કારણે હજુ પણ આ ઉમેદવારો કોઈ પણ સ્થળ પર નોકરી કરી શકતા નથી.
ભરતી માટે લીધેલા ઓરિજિનલ દસ્તાવેજો પણ જિલ્લા પંચાયતમાં જમા
વલસાડ જિલ્લાના 50થી વધુ ઉમેદવારોએ જિલ્લા પંચાયત દાહોદમાં 2004માં પડેલી ભરતી પ્રક્રિયામાં પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા, પરંતુ જિલ્લા પંચાયતમાં 26 ટકા જેટલી ભરતી કર્યા બાદ અન્ય કોઈપણ ઉમેદવારોની ભરતી કરવામાં આવ્યા હતા અને તે બાદ ન તો તેઓને તે સમયે લીધેલા ઓરીજનલ તેમના પ્રમાણપત્રો પરત કરવામાં આવ્યા કે ન તો નોકરી આપવામાં આવી છે. જેના કારણે છેલ્લા 17 વર્ષથી નોકરીની રાહ જોઈને બેઠેલા વલસાડ જિલ્લાના 50થી વધુ ઉમેદવારી કરનારા શિક્ષકો આજે પણ નોકરીથી વંચિત બેઠા છે કારણ કે ઓરીજનલ પ્રમાણપત્રો હજુ પણ દાહોદ જિલ્લા પંચાયતમાં જમા છે. એટલે કે તેમની પાસે કોઈ પ્રમાણપત્રો ન હોવાથી અન્ય સ્થળો ઉપર પણ તેઓ નોકરીએ જઈ શકતા નથી.
50 પૈકી બે ઉમેદવારોએ નોકરી ન મળતા આર્થિક તંગીથી કંટાળી આત્મહત્યા કરી લીધી
દાહોદ જિલ્લા પંચાયતની વિદ્યાસહાયકની બહાર પડેલી 2004ની ભરતીમાં વલસાડ જિલ્લામાંથી પણ 50 થી વધુ લોકોએ ઉમેદવારી કરી હતી. જે પૈકી માત્ર 26 ટકા લોકોને નોકરી આપ્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા અન્ય ઉમેદવારોના ઓરીજનલ પ્રમાણપત્રો પરત કરવામાં આવ્યા નથી. તેના કારણે આજે 17 વર્ષ બાદ પણ અનેક લોકો નોકરીથી વંચિત છે. જોકે આ 50 વ્યક્તિઓ પૈકી બે ઉમેદવારી કરનારા લોકોએ આર્થિક પરિસ્થિતિ ગંભીર બનતા આત્મહત્યા કરી લીધી હતી. જેમાં કમલેશ ભાઈ રણછોડ ભાઈ પટેલ રહેવાસી વલસાડ (મરલા) અને રણજીતભાઈ જીવણભાઈ ગામીત રહેવાથી ધરમપુર શેરીમાળ આ બંને લોકોએ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી પડતા તેમજ પોતે પણ કોઈ સ્થળ ઉપરના ડોક્યુમેન્ટ એ નોકરી ન મળતા આત્મહત્યા કરી લીધી હતી.
નોકરીથી વંચિત રહેનાર આ લોકોએ જિલ્લા એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપ્યું
વિદ્યા સહાયકની ભરતીમાં નોકરી નહીં મેળવનારા વંચિત રહેલા ૫૦થી વધુ વલસાડ જિલ્લાના ઉમેદવારી કરનારા લોકોએ એકત્ર થઇને વલસાડ જિલ્લા એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપીને તેઓને નોકરી મળે અથવા તો તેમના ઓરીજનલ પ્રમાણપત્રો પરત આપવામાં આવે તેવી માંગ કરી હતી. તો સાથે જ તેઓ પોતાની સાથે લાવેલા બેનરો પકડીને મોન રહી વિરોધ વ્યક્ત કર્યો હતો.
છેલ્લા 17 વર્ષથી નોકરી ન મળતા અનેક લોકો આજે પણ પોતાના ઘર પરિવાર માટે રોજગારી મેળવી શકતા નથી. જેના કારણે તેમને ઘરની આર્થિક સ્થિતિ પણ નબળી પડી રહી છે. તો આગામી દિવસમાં આ વંચિતોને કોઈક રોજગારી ન મળે તો વધુ લોકો પણ આત્મહત્યા કરી શકે તેમ છે, કારણ કે તેની મનોસ્થિતિ પણ યોગ્ય ન હોવાનું કેટલાક લોકો આજે જણાવી રહ્યા હતા આજે તમામ લોકોએ ભેગા મળીને પોતાની વેદના એડિશનલ કલેક્ટર સમક્ષ વ્યક્ત કરી હતી.