વાપી : વાપીથી ઉત્તરપ્રદેશ, બિહાર જવા માંગતા લોકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પ્રવાસી કામદારોનું પ્રાથમિક ચેકઅપ કરી ટ્રેન ટિકિટના 750 રૂપિયા વસૂલી ફોર્મ લઈ ટોકન આપવામાં આવ્યા હતાં. શનિવારે પ્રથમ દિવસે અંદાજિત 2000 જેટલા લોકોએ ટ્રેનમાં વતન જવા માટે ફોર્મ જમા કરાવી પોતાની નોંધણી કરી હતી.
વાપીમાં પ્રવાસી મજૂરો માટે શરૂ કરાયો કેમ્પ, 2000 જેટલા લોકોએ 750 રૂપિયા ભાડું આપી ફોર્મ ભર્યા
સમગ્ર દેશમાં કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે પ્રવાસી કામદારોની વતન વાપસી માટે ખાસ ટ્રેન સેવા શરૂ કરી છે. જે અંતર્ગત વાપીથી પણ 2 ટ્રેન યુપી, બિહાર જવાની હોય તે માટે ચાર સ્થળોએ કેમ્પનું આયોજન કરી 750 રૂપિયા ભાડા સાથે અંદાજિત 2000 લોકોના ફોર્મ ભરાયા હતા. આ તકે વતન જવા માટે કેમ્પ પર મોટી સંખ્યામાં કામદારોનો ધસારો જોવા મળ્યો હતો.
વાપીમાં પ્રવાસી મજૂરો માટે શરૂ કરાયો કેમ્પ