આ બિઝનેસ લીડર્સ સમિટ 2019માં દેશની ટોચની 18 જેટલી કેમિકલ નિર્માતા કંપનીઓ સહિત દુરસંચાર, ઔદ્યોગિક સેવા, આરોગ્ય સેવા, શિક્ષણ, રિયલ એસ્ટેટક્ષેત્રે કાર્યરત અગ્રણી કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં બેસ્ટ ક્વોલિટી, પ્રોડક્શન અને અન્ય પાસાઓને ધ્યાન માં મૂકી ચકાસણી કરવામાં આવ્યા બાદ બેસ્ટ બિઝનેસ લીડર એવોર્ડ 2019ની ઘોષણા કરાઈ હતી અને સંધ્યા ગ્રૂપને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાઈ હતી.
આ અંગે વાપીમાં થર્ડ ફેસમાં કાર્યરત સંધ્યા ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર આર. જે. શાહે જણાવ્યું હતું કે, આ એવોર્ડ મળતા ખુબજ ખુશીની લાગણી અનુભવીએ છીએ. કંપનીની 1984માં સ્થાપના થયા બાદ સતત બેસ્ટ ક્વોલીટી પ્રોડક્ટ, પર્યાવરણીય નિયમોની જાળવણી, સેવાકીય પ્રવૃત્તિ થકી અનેક એવોર્ડ મેળવી ચુકી છે. જેમાં આ બેસ્ટ બિઝનેસ એવોર્ડ ખૂબ જ મહત્વનો એવોર્ડ છે. કંપનીને આ પહેલા અનેક એવોર્ડ મળ્યા છે, જેમાં કંપનીને ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ 2013, બેસ્ટ પ્રોડક્ટ ઈન્ડિયા એવોર્ડ 2013, રાજીવ ગાંધી શિરોમણી પુરસ્કાર 2013, સર્વ શ્રેષ્ઠ નિર્યાત કંપની એવોર્ડ સહિતના એવોર્ડ મળ્યા છે.
સંધ્યા ગ્રુપ ઓફ કંપનીમાં સંધ્યા ઓર્ગેનિક્સ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, સંધ્યા ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, એસ.એમ. કેમિકલ વાપી પ્રાઇવેટ લિમિટેડ અને સંધ્યા ડાઈઝ એન્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નો સમાવેશ થાય છે. જેમાં ફોસ્ફરસ આધારિત એગ્રોકેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપનીમાં ઝીંક ફોસ્ફાઈટ, એલ્યુમિનિયમ ફોસ્ફાઈટ, Phosphorous Trichloride,Phosphorous Oxychloride, Phosphorous Pentoxide, Poly Phosphoric Acid જેવા ઉત્તમ ઉત્તમકોટિના કેમિકલ બનાવે છે. જે દેશ-વિદેશીની ઔદ્યોગિક કેમિકલ ફાર્માસ્યુટિકલમાં, એગ્રો કેમિકલમાં, dyestuff, પેન્ટ્સ, પોલીમર, પ્લાસ્ટિક, રબર, પેસ્ટીસાઈડ સહિતની પ્રોડક્ટમાં SANPHOS બ્રાન્ડ હેઠળ વેચાણ થાય છે. અને વાર્ષિક 100 થી 500 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે.
મુંબઈમાં યોજાયેલ એવોર્ડ સમારંભમાં વાપી અને સરીગામની પ્રતિષ્ઠિત સંધ્યા ગ્રૂપના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર કાંતિલાલ કોલી અને ડાયરેક્ટર શ્રીમતી સંધ્યા કોલીને રાજ્યસભા સભ્ય રામદાસ આઠવલે અને રાજ્યસભા સભ્ય અમર શંકર સાબલેના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સંધ્યા ગ્રૂપ દ્વારા અસંખ્ય એવોર્ડ મેળવી પોતાનું અને વલસાડ જિલ્લાનું નામ ફક્ત દેશમાં જ નહિ પણ વિદેશોમાં પણ રોશન કર્યું છે.