ETV Bharat / state

કપરાડાના અંભેટી ગામમાં નવનિર્મીત નાળુ વરસાદમાં ધોવાયું, રસ્તો બંધ થતા ગામ લોકો પરેશાન - Lorry

વલસાડઃ કપરાડા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. અંભેટી ગામમાં પટેલ ફળિયાની પાસે બે માસ પૂર્વે બનાવાયેલ વરસાદી નાળુ ધોવાઈ ગયુ છે.

gs
author img

By

Published : Jul 1, 2019, 6:57 PM IST

કપરાડા તાલુકાના અંભેટી ગામે પટેલ ફળિયાથી અંબાચ ખરેડીને જોડતાં મુખ્ય માર્ગ ઉપર બે માસ પૂર્વે જ રાજ કન્સ્ટ્રક્શન નામની કંપનીએ એક નાળું બનાવ્યું હતું. દરમિયાન સ્થાનિકોએ ખડકી ઉપર બનાવવામાં આવેલા નાળાને લઈને કોન્ટ્રાક્ટને સપોર્ટ દિવાલ લાંબી બનાવવા સૂચન કર્યું હતુ. પરંતુ કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી આ દીવાલ સાવ ટૂંકી રાખી હતી અને નાળાની બંને તરફ માટીના ઢગલા ખડકી દીધા હતા. જે બાદ આ નાળુ લોકોના આવન-જાવન માટે શરૂ થઈ ગયું હતું.

છેલ્લા બે દિવસથી પડેલા ધોધમાર વરસાદને કારણે અહીં પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા વરસાદી પાણી ઉપરના ભાગે વહી રહ્યું હતુ. જેથઈ બંને તરફ જે માટી પૂરવામાં આવી હતી એ તમામ વરસાદી પાણીમાં ધોવાઇ ગઇ હતી. જેના કારણે નવા બનેલા નાળાની બંને તરફ 20 ફૂટ જેટલા ખાડા પડી ગયા હતા.

કપરાડાના અંભેટી ગામમાં નવનિર્મિત નાળુ ધોવાઈ ગયુ, રસ્તો બંધ

આ મુખ્યમાર્ગ પર આવન-જાવન માટે સદંતર બંધ થઈ ગયો હતો. આ રોડ બંધ થઇ જતાની સાથે અહીંથી વાપી તરફ રોજિંદા કામ માટે જતા અનેક લોકોને 10 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે. વધુ વરસાદને કારણે બનેલી આ ઘટનાને લઈને હાલ તો આ માર્ગ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે મુખ્ય માર્ગ બંધ થઇ જવા છતાં અહીં આગળ કપરાડા તાલુકામાંથી એક પણ અધિકારી સ્થળ નિરીક્ષણ કરવા સુધા આવ્યા નથી.

ETV ભારતની ટીમે અંભેટી ગામની મુલાકાત લીધી હતી. જ્યાં લોકોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે અહીં કામ કરનારા કોન્ટ્રાક્ટરે યોગ્ય માલ અને મટિરિયલ્સનો ઉપયોગ ન કર્યો હોવાથી પ્રથમ વરસાદે જ તેની કામગીરી જેવી હતી તે બહાર આવી ગઈ છે. સરકારી નાણાંનો લોકોના હિત માટે કરવો જોઈએ. પરંતુ અહીં તો કોન્ટેક્ટ કરે પોતાના હિત માટે કર્યો હોય એવું જણાઈ આવે છે. અહીં બનાવાયેલા નાળાની ગુણવત્તા યોગ્ય ન હોવાથી તે તૂટી ગયુ છે. જેથી નાળાનું સમારકામ કરી યોગ્ય રીતે બનાવવામાં આવવું જોઈએ. જેથી લોકો તેનો ઉપયોગ કરી શકે.

Intro:તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ને લઈને અનેક વિસ્તારમાં વરસાદી પાણી પડ્યા છે તો નીચાણવાળા પુલ ઉપરથી પણ પાણી પસાર થયા છે વાત કરીએ કપરાડા તાલુકાના અંભેટી ગામની પટેલ ફળિયામાં બે માસ પૂર્વે બનેલો એક નાળું પ્રથમ વરસાદમાં જ ભુલાઈ ગયું છે મુખ્ય માર્ગ પર બનેલા આ નાળામાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય માલ મટિરિયલ્સનો ઉપયોગ ન કરવામાં આવતા નાની બંને બાજુ પુરવામાં આવેલી માટી ધોવાઈ જતા 20 ફૂટ જેટલા ખાડા પડી ગયા છે અને રોડ બંધ થઇ જવા પામ્યો છે

Body:કપરાડા તાલુકાના અંભેટી ગામે પટેલ ફળિયા થી અંબાચ ખરેડી ને જોડતો મુખ્ય માર્ગ ઉપર બે માસ પૂર્વે જ રાજ કન્સ્ટ્રક્શન નામની કંપનીએ એક નાળું બનાવ્યું હતું જોકે સ્થાનિકોએ ખન કી ઉપર બનાવવામાં આવેલા નાના અને લઈને કોન્ટ્રાક્ટ અને એવું પણ જણાવ્યું હતું કે નાની બંને બાજુ જે સપોર્ટ દિવાલ આવે છે એ લાંબી બનાવવી જોઈએ પરંતુ કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી આ દીવાલ સાવ ટૂંકી રાખી હતી અને નાળાની બંને તરફ માટીના ઢગલા ખડકી દીધા હતા જે બાદ આ નાળુ લોકોના આવન-જાવન માટે શરૂ થઈ ગયું હતું પરંતુ છેલ્લા બે દિવસથી પડેલા ધમાકેદાર વરસાદને કારણે અહીં પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા વરસાદી પાણીના ની ઉપરથી વધ્યું હતું અને નાણાની બંને તરફ જે માટી પૂરવામાં આવી હતી એ તમામ વરસાદી પાણીમાં ધોવાઇ ગઇ હતી જેના કારણે નવા બનેલા નાણાની બંને તરફ 20 ફૂટ જેટલા ખાડા પડી ગયા હતા જેને લઈને આ મુખ્યમાર્ગ આવન-જાવન માટે સદંતર બંધ થઈ ગયો હતો આ રોડ બંધ થઇ જતા ની સાથે અહીંથી વાપી તરફ રોજિંદા કામ માટે જતા અનેક લોકોને 10 કિલોમીટર ચકરાવો કાપીને જવાની ફરજ પડી રહી છે વધુ વરસાદને કારણે બનેલી આ ઘટનાને લઈને હાલ તો આ માર્ગ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ મહત્વની વાત એ છે કે મુખ્ય માર્ગ બંધ થઇ જવા છતાં અહીં આગળ કપરાડા તાલુકામાં થી એક પણ અધિકારી સ્થળ નિરીક્ષણ કરવા સુધા ઉપસ્થિત થયો નહીં જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

Conclusion:નોંધનીય છે કે etv ભારત ટીમે અંભેટી ગામની મુલાકાત લીધી હતી અને લોકોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો લોકોએ જણાવ્યું કે અહીં કામ કરનારા કોન્ટ્રાક્ટરે યોગ્ય માલ અને મટિરિયલ્સનો ઉપયોગ ન કર્યો હોય પ્રથમ વરસાદે જ તેની કામગીરી જેવી હતી તે બહાર આવી જવા પામ્યું છે સરકારી નાણાંનો વ્યય લોકોના હિત માટે કરવો જોઈએ પરંતુ અહીં તો કોન્ટેક્ટ કરે પોતાના હિત માટે કર્યો હોય એવું જણાઈ આવતું હતું મુખ્ય માર્ગ બંધ થઈ જવાને કારણે સ્થાનિક લોકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોની માંગ છે કે અહીં આગળ જે નાળું બનાવવામાં આવ્યું છે એ નાળુ ફરીથી સમારકામ કરી યોગ્ય રીતે બનાવવામાં આવે જેથી અહીંથી રોજિંદા ઉપયોગ કરનારા વાહનચાલકો અને તે ઉપયોગી થઇ શકે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.