- વાપીની કંપનીમાંથી પરત થતા વલસાડ ધરમપુર ચોકડી પાસે બની ઘટના
- બાઈક ઉપર જતા પતંગનો દોરો આવી જતા બંને હાથ કપાયા
- આસપાસના લોકો દોડી આવ્યા અને 108 માધ્યમ વડે હોસ્પિટલમાં ખસેડાયો
વલસાડઃ શહેરમાં ધરમપુર ચોકડી નજીક બાઈક સવારને આગળ પતંગની દોરી આવી જતા બંને હાથે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘરે પરત થતી વખતે ઘટના બની
મૂળ અમ્લસાડનો યુવક વાપીમાં પોતાની કંપનીમાં ફરજ બજાવીને પરત થઈ રહ્યો હતો, ત્યારે વલસાડ ધરમપુર ચોકડી નજીકમાં આવેલા બ્રિજ પાસે ઘટના બની હતી. જેમાં બાઈક ચલાવતા આગળના ભાગે દોરી આવી જતા યુવકના બંન્ને હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બાઈક ઉપરથી નીચે પટકાતા આસપાસના લોકો દોડી આવ્યા
પોતાના ઘરે બાઈક પર જઇ રહેલા યુવાનની બાઈક બ્રિજ નજીકમાં આવતા જ પતંગ સાથેનો દોરો બાઈકની આગળના ભાગે આવી જતા બાઈક સ્પીડમાં હોવાથી યુવકને બંને હાથે દોરો ભેરવાઈ જતા બંને હાથ કપાઈ જતા બંને હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોકો ભેગા થઈ ગયા હતા.
108 માધ્યમ દ્વારા સારવાર માટે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
વલસાડ ધરમપુર ચોકડી નજીકમાં યુવકને દોરી વડે ઇજા થતા લોહીલુહાણ હાલત બનતા લોકોએ 108 ને જાણ કરી હતી. જે બાદ તેને સારવાર માટે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આમ પતંગ ચગાવતા અને બાઈક ચલાવતા વેળા ઉત્તરાયણ પર્વમાં ધ્યાન રાખવા માટે અનેક જાગૃતતા માટે જાહેરાત કરવામાં આવતી હોવા છતાં લોકો જીવન જોખમે બાઈક ઉપર ફરતા હોય, ત્યારે માત્ર પક્ષી નહીં પણ પતંગની દોરી મનુષ્ય માટે પણ મોતનું કારણ બની શકે છે.