- નારગોલ બીચ પર મળી આવ્યો વ્હેલનો મૃતદેહ
- અનેકવાર આ દરિયા કાંઠે મળી આવ્યા છે ડોલ્ફિનના મૃતદેહ
- અગાઉ પણ 1991માં વ્હેલ માછલીનો મૃતદેહ કાંઠે આવ્યો હતો
વલસાડ: જિલ્લાના નારગોલ-માલવણ બીચ પર બુધવારે વ્હેલનો મૃતદેહ કિનારે આવતા લોકોમાં અચરજ ફેલાયું હતું. દરિયા કિનારે ભરતીમાં આ વ્હેલનો મૃતદેહ તણાઈને આવ્યો હતો. જેને જોવા આસપાસના ગામલોકોના ટોળા ઉમટ્યા હતાં.
આ પણ વાંચો: નવાબંદરમાં માછીમારોને બગાસું ખાતા પતાસુ મળ્યું, 400 કિલોની મહાકાય 'કારજ' માછલી પકડાઈ
લોકોના ટોળે ટોળા તેને જોવા ઉમટી આવ્યા
નારગોલના માલવણ બીચ નજીક મૃત વ્હેલ માછલી ઊંડા દરિયામાંથી ભરતીના પાણીમાં તણાય આવી હતી. મહાકાય મૃત વ્હેલનું અર્ધુ શરીર કિનારે આવ્યું હતું. જે ડીકમ્પોઝ હાલતમાં નારગોલના માલવણ બીચ અને માંગેલવાડ બીચ વચ્ચેના દરિયા કિનારે આવતા લોકોના ટોળે ટોળા તેને જોવા ઉમટી આવ્યા હતા.
વનવિભાગે વધુ તપાસ હાથ ધરી
સમગ્ર ઘટના અંગે વનવિભાગ forest department ના અધિકારીઓને સ્થાનિક લોકોએ જાણકારી આપતા વનવિભાગની એક ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. વનવિભાગની ટીમે આ વ્હેલના મૃતદેહનું પ્રાથમિક નિરીક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસો પહેલા આ જ વિસ્તારમાં મૃત ડોલ્ફીન મળી આવી હતી. ભૂતકાળમાં પણ અનેક મૃત ડોલ્ફિન મળવાની ઘટના આ વિસ્તારમાં બની ચુકી છે.
આ પણ વાંચો: વલસાડના તીથલ દરિયા કિનારે મૃત ડોલ્ફિન દેખાતા કૂતુહલ સર્જાયું
ધરમપુર મ્યુઝિયમમાં છે વ્હેલનું હાડપિંજર
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1991માં નારગોલના દરિયા કિનારે 18 ફૂટ લાંબી વ્હેલ માછલી તણાય આવી હતી. જેનું હાડપિંજર આજે પણ ધરમપુર મ્યૂઝિયમમાં સાચવીને રાખવામાં આવ્યું છે. જેના 30 વર્ષ બાદ મૃત વ્હેલનું અર્ધશરીર ફરીવાર આ દરિયા કિનારે જોવા મળ્યું છે.