ETV Bharat / state

વલસાડ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય - valsad election news

રવિવારના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ તેની મતગણતરી મંગળવારે કરવામાં આવી હતી. જોકે મતગણતરીના અંતે મોટાભાગની બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. જેને લઇને વલસાડ જિલ્લામાં અનેક જગ્યા ઉપર ભાજપે કબ્જો જમાવ્યો છે. જિલ્લા પંચાયતની 38 બેઠકોમાંથી ભાજપને 36 બેઠક મળી છે. જ્યારે જિલ્લા પંચાયતની માત્ર 2 બેઠક ધરમપુર તાલુકાના કરંજવેરી અને કપરાડા તાલુકાના વાવર જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસના બે ઉમેદવારનો વિજય થયો છે. 6 તાલુકા પંચાયતમાં 136 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો દબદબો રહ્યો છે.

વલસાડ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય

author img

By

Published : Mar 3, 2021, 9:38 AM IST

  • તાલુકા પંચાયતની 136 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય
  • જિલ્લા પંચાયતની માત્ર 2 બેઠક ઉપર વાવર અને કરંજવેરી ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા
  • તાલુકા પંચાયતની ધરમપુર ખાતે આવેલી નાની ઢોલડુંગરીની બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય
  • તાલુકા પંચાયતની 148માંથી 136 બેઠકો પર ભાજપનો કબજો

વલસાડઃ જિલ્લાના 6 તાલુકા પંચાયતમાં આવેલી કુલ 148 બેઠકો ઉપર 425 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેમાં 136 બેઠકો પર ભાજપનો ઉમેદવાર વિજયી થયા છે. વલસાડ તાલુકા પંચાયતની કુલ 32 બેઠકો ઉપર 29 બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને બે બેઠકો મળી છે. જ્યારે એક બેઠક ઉપર અપક્ષના ઉમેદવારનો વિજય થયો છે. પારડી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી ભાજપના ફાળે 20 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક કબજે કરી શકે છે અને એક બેઠક અપક્ષ ઉમેદવારે મેળવી છે.

વલસાડ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય

વાપી તાલુકા પંચાયતની કુલ 21 બેઠકો પૈકી 17 જેટલા ઉમેદવારો ભાજપના વિજય થયા છે ત્યારે કોંગ્રેસે માત્ર બે બેઠકો કબજે કરી છે તથા એક બેઠક અપક્ષના ફાળે ગઇ છે. ઉમરગામ તાલુકા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી 28 બેઠક ભાજપે કબજે કરી છે. જ્યારે બે બેઠક કોંગ્રેસને ફાળે ગઇ છે. કપરાડા તાલુકા પંચાયતની કુલ 21 બેઠકો પૈકી 24 બેઠક ભાજપે કબજે કરી છે. જ્યારે 5 બેઠક કોંગ્રેસને ફાળે ગઇ છે તથા એક બેઠક પર અપક્ષનો વિજય થયો છે. ધરમપુર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો પૈકી 18 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસના 5 ઉમેદવારોનો વિજય થયો છે તથા અપક્ષના એક ઉમેદવારનો વિજય થયો છે.

વિજેતા ઉમેદવારોએ પોતાના ગામમાં DJ સાથે રેલીઓ પણ કાઢી

પેટાચૂંટણી પણ સાથે સાથે યોજાઇ

ઉમરગામ નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી જે પૈકી 21 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. જ્યારે 7 જેટલી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. ધરમપુર નગરપાલિકાના વોર્ડ નંબર-2ની પેટાચૂંટણી પણ સાથે સાથે યોજાઇ હતી જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.

તાલુકા પંચાયતની 148માંથી 136 બેઠકો પર ભાજપનો કબજો

જિલ્લા પંચાયતમાં ભાજપ 35 બેઠકો જીત્યું

વલસાડ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો પર વાપી તાલુકાના છરવાડા ની એક બેઠક બિનહરીફ થઇ ચુકી હતી જ્યારે 37 બેઠકો માટે યોજાયેલા મતદાન યોજાયું હતું. મતગણતરી પૂર્ણ થયા બાદ બે બેઠકો કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. જેમાં ધરમપુરની જિલ્લા પંચાયતની કરજવેરી બેઠક ઉપર રમેશભાઈ પાડવી જેમને 12300 મત મળ્યા હતા. જ્યારે કપરાડા જિલ્લા પંચાયતની વાવ બેઠક ઉપર સુરેશભાઈ લક્ષ્મણભાઈ કામડી જેમને 7642 મતથી વિજય રહ્યા હતા. આમ જિલ્લા પંચાયતની કુલ 37 બેઠકો માટે યોજાયેલા મતદાન બાદ પરિણામના દિવસે 35 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. આમ જિલ્લા પંચાયત ઉપર ભાજપે કબજો મેળવ્યો છે જ્યારે તાલુકા પંચાયતમાં પણ 148 બેઠકો પૈકી 136 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.

જિલ્લામાં વહેલી સવારથી પરિણામ આવ્યા બાદ અનેક કાઉન્ટિંગ સ્થળની બહાર ભારતીય જનતા પાર્ટીના સમર્થકો દ્વારા તેમના ઉમેદવારોએ વિજય થતાં તેઓને શુભેચ્છાઓ આપવા માટે ફુલહાર તેમજ તેમને ખભે ઊંચકી લઇને નાચતા પણ જોવા મળ્યા હતા તો વિજેતા ઉમેદવારોએ પોતાના ગામમાં ડીજે સાથે રેલીઓ પણ કાઢી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.