શીખ ધર્મના ગુરુ ગોવિંદસિંહનો જન્મ સન 1666માં પટના (પટના)માં થયો હતો. તેમણે ધર્મની રક્ષા માટે પોતાના સરબંસ (માતા-પિતા-બાળકો)ને કુરબાન કરી દીધા હતા. એ માટે તેમને સરબંસદાની કહેવામાં આવે છે. ગુરુ ગોવિંદસિંહજીએ શીખ ધર્મમાં અમૃત પાનની મર્યાદા સમજાવી અને શીખોને સંત સિપાહીની ઉપાધિથી નવાજ્યા હતા.
ગુરુવારે તેમના જન્મ દિવસના કાર્યક્રમ નિમિત્તે પટિયાલાથી આવેલા રાગી જથ્થાભાઈ, કુલવંત સિંહએ ગુરુવાણી સંભળાવી હતી. કાર્યક્રમમાં વાપી દમણ સેલવાસ અને અન્ય સ્થળોએથી પણ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ગુરુવાણી સાંભળી હતી. તે સાથે ભજન કીર્તન અને લંગરમાં ભાગ લીધો હતો.
ચાણોદ ખાતે આવેલ ગુરુદ્વારા ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. ગુરુદ્વારમાં નાનકસાહેબ સામે પોતાના શીશ ઝુકાવ્યા હતાં. તો, આ સાથે ગાયનેક ડોકટરોને બોલાવી મહિલાઓને પડતી વિવિધ બીમારીઓ અંગે ફ્રી નિદાન અને ચેકઅપ કેમ્પનું પણ આયોજન કર્યું હતું.