વલસાડ: ભિલાડ પોલીસ દ્વારા હાઇવે પર, બજારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. તેમ છતાં સવારથી રાત્રી સુધી બાઇક ચાલકો બજારના જાહેર રોડ ઉપર 'કાયદા કી ઐસી કી તૈસી'... માનીને ઉતરી આવતા હોય છે, ત્યારે અગત્યના બાઇક ચાલકોને અલગ તારવીને, ખાલી ફરવા કે હીરોગીરી કરવા આવી ચડેલા પૈકીના 119 ટુ વ્હીલર ચાલકોને થોભાવીને પોલીસે ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તે જ રીતે તારીખ 25 માર્ચથી 02 એપ્રિલ સુધીમાં ભીલાડ પોલીસે કલમ 188ના ઉલ્લંઘન બદલ 25 કેસો નોંધીને સમગ્ર પંથકમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભીલાડ પોલીસની ટીમ ગુજરાત મહારાષ્ટ્રને જોડતા નેશનલ હાઇવે ઉપર લોકો સામે હજુ કાર્યવાહી જારી રાખશે અને રોજ ગેરકાયદેસર રીતે દોડી આવતા વાહનો જપ્ત કરીને તેને ડિટેઇન કરી વાહન માલિકો સામે ગુનો નોંઘી રહી છે.
કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન ભિલાડ પોલીસે 119 વાહનો ડિટેઇન કર્યા - latest news of lockdown
વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસે પ્રવર્તમાન કોરોના વાઈરસના ગંભીર સમયગાળામાં આપવામાં આવેલા લોકડાઉનના દરમિયાન હાઇવે પર અને બજારોમાં આવી ચડેલા કેટલાક વાહન ચાલકોને રોકીને તેમના વાહનો ડિટેઇન કર્યા હતા. તેમજ ભિલાડ પોલીસે કલમ 188 મુજબ કુલ 119 વાહનો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.