વાપીમાં પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરતા અવિનાશ મહેતા કંપનીના કામથી મુંબઈ સ્થિત અંધેરીમાં આવેલી હિન્દુસ્તાન લીવર કંપનીમાં જતા હતા ત્યારે, ભીલાડ નરોલી બ્રિજ પાસે પાનની દુકાને એક વ્યક્તિએ 50 રૂપિયા ઉધાર લીધા હતા. જેના બદલામાં 1 સોનાનો સિક્કો આપ્યો હતો અને આ 50 રૂપિયા પાછા આપું એટલે સિક્કો આપજો એવું જણાવી વિશ્વાસ કેળવ્યો હતો અને કહ્યું કે એક મકાનમાંથી આવા ઘણા બધા સિક્કા નીકળ્યા હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર મામલે ભિલાડ પોલીસ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ વલસાડે તપાસ હાથ ધરી મૂળ મધ્યપ્રદેશના આ ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે, તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે નકલી સોનાના સિક્કા આપી લાખોની ઠગાઈનો આવો કિસ્સો આ પહેલા પણ બની ચુક્યો છે. જેમાં એક વેપારીએ 17 લાખ ખોવાનો વારો આવ્યો હતો. જે બાદ ફરી એક મેનેજર 34 લાખની છેતરપીંડીનો શિકાર બન્યો છે.