ETV Bharat / state

Cycle Yatra: ભટકેલા યુવાનો સુધી ગાંધીજીના વિચારો પહોંચાડવા યુવકે શરૂ કરી સાઈકલ યાત્રા, વલસાડમાં યોજ્યો સેમિનાર - શ્રીમદ રાજચંદ્ર સ્કીલ ડેવલપમેન્ટ કૉલેજ

પોઝિટિવ પ્રકાશ અભિયાન અંતર્ગત "એક યાત્રા સ્વીકાર ઓર સન્માન કી ઓર" સ્લોગન સાથે ભાવનગરના ઉમરાળાથી એક યુવાન વલસાડના ધરમપુર પહોંચ્યો હતો. અહીં તેણે કૉલેજોમાં માનવતા વિષય પર મોટિવેશનલ સેમિનાર યોજી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા.

Cycle Yatra: ભટકેલા યુવાનો સુધી ગાંધીજીના વિચારો પહોંચાડવા યુવકે શરૂ કરી સાઈકલ યાત્રા, વલસાડમાં યોજ્યો સેમિનાર

author img

By

Published : Mar 1, 2023, 8:30 PM IST

જમાનો ઓનલાઈન થઈ ગયો અને માણસ ઑફલાઈન થઈ ગયો

ભાવનગરઃ શહેરના ઉમરાળાથી પોઝિટિવ પ્રકાશ અભિયાન અંતર્ગત "એક યાત્રા સ્વીકાર ઔર સન્માન કી ઔર" સ્લોગન સાથે એક યુવક સાયકલ યાત્રા પર નીકળ્યો હતો. 10 ડિસેમ્બરે પ્રકાશ ડાભી નામનો યુવક ઉમરાળાથી ગાંધી આશ્રમ થઈ દાંડીયાત્રા થઈ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાયકલ યાત્રા સાથે લોક સંવાદ કરવા નીકળ્યો છે, જે હવે વલસાડના ધરમપુર આવી પહોંચ્યો હતો. અહીં તેણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા. આ પહેલા તે 30થી 40 કિલોમીટરનો પ્રવાસ કાપીને સૌપ્રથમ ગાંધી આશ્રમ પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ Vadodara Cycle Track : ખતરોં કે ખિલાડીનો અનુભવ કરાવતો દોઢ કરોડનો સાયકલ ટ્રેક, અમી રાવતનો મોટો આક્ષેપ

ગાંધીજીના વિચારોને વિસરાતા જાય છેઃ 1,500 કિમીની સાયકલ યાત્રા કરી ધરમપુર ખાતે આવી પહોંચેલા ધારાશાસ્ત્રી અને મોટીવેશનલ સ્પીકર પ્રકાશ ડાભીએ જણાવ્યું હતું કે, આજનો યુવાન મહાત્મા ગાંધીજીના વિચારો અને મૂલ્યોને ન સમજી કેટલાક પિક્ચરોને ડોક્યુમેન્ટરીઓ એવી બનાવવામાં આવી રહી છે કે, તેમના વિચારોને કઠેડામાં ઊભા કરાઈ રહ્યા છે. આના કારણે આજના યુવાનો મહાત્મા ગાંધીજીની પ્રેરણા અને વિચારોને વિસરી રહ્યો છે. જાતિ, જ્ઞાતિને જાણ્યા વિના અનેકના ટેકા લઈને ફરતો થઈ રહ્યો છે અને દશાદિશા ભટકી રહ્યો છે. ત્યારે આ દશા દિશા બતાવવા અને ગાંધીજીના વિચારની જાગૃતતા માટે તેમણે સાયકલ યાત્રાનો સંકલ્પ લીધો હતો.

યુવકે અત્યાર સુધીમાં 13,000 જેટલા યુવાનો સાથે સીધો સંવાદ કર્યોઃ ભાવનગરથી પોતાની સાયકલ લઈને ગાંધીજીના વિચારો સાથે નીકળેલા પ્રકાશ ડાભીએ તેમના માર્ગમાં આવતા શાળા કૉલેજો, એનજીઓ અને ગાંધી વિચારકો સાથે મળીને પોતાની વિચારધારાઓ રજૂ કરી હતી. સાથે જ તેઓ પોતે મોટિવેશનલ સ્પીકર હોવાને લઈને અનેક શાળા કૉલેજોમાં પોતાના મોટિવેશનલ વિચારો પણ રજૂ કર્યા હતા. અત્યાર સુધીમાં 80થી વધુ શાળા કૉલેજોમાં તેઓ પોતાના લેક્ચર આપી ચૂક્યા છે. સાથે જ 13,000થી વધુ યુવાનો સાથે તેઓ સીધો સંવાદ કરી ચૂક્યા છે અને તેઓને લાગી રહ્યું છે કે, આજના સમયમાં યુવાનમાં દશા દિશા ભટકી રહ્યો છે.

જમાનો ઓનલાઈન થઈ ગયો અને માણસ ઑફલાઈન થઈ ગયોઃ તેમણે જણાવ્યું હતું કે, આજના સોશિયલ મીડિયાના જમાનામાં યુથનો કોઈ વાંકાને દોષ નથી, પરંતુ સાચી દિશા અને દર્શન તેમને મળી નથી રહ્યા અને તેમની સાથે કોઈ સંવાદ કરવાવાળા ઓછા હોવાના કારણે તેઓ માત્ર રોજગારલક્ષી શિક્ષણ મેળવી રહ્યા છે, જેના કારણે મૂલ્યો મળતા જાય છે અને યુવાન માત્ર રોજગારલક્ષી શિક્ષણ મેળવવામાં વ્યસ્ત રહે છે. કેટલાક યુવાનો તેમને સવાલ પણ કરે છે કે, એડવોકેટ જેવી સરસ મજાની જોબ છોડી તમે સાયકલ યાત્રા કેમ કરવા નીકળ્યા. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં એવું કામ કરવું જોઈએ કે, લોકો યાદ કરે અને વિધાઉટ સ્લીપિંગ પીલ્સ ઊંઘ આવી જાય. તેમણે કહ્યું હતું કે, યુદ્ધ માનવતા તરફ પ્રયાણ કરે અને અંદરનો માણસને જીવતો રાખે તે માટે તેઓ દરેક સ્થળ ઉપર પોતાના મોટીવેશનલ સેમિનારમાં યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છે

ડોક્ટર ડી સી પટેલે તેમને આવકાર્યાઃ સર્પદંસમાં સંશોધનકારક અને અસરકારક કામગીરી કરનારા અને અત્યાર સુધીમાં 5,000થી વધુ લોકોને જીવનદાન આપનારા ડોક્ટર ધીરુભાઈ પટેલે ભાવનગરથી સાયકલ યાત્રા કરી આવી ચૂકેલા પ્રકાશ ડાભીને આવકાર્યા હતા. તેમ જ પ્રકાશભાઈના વિચારોથી તેઓ પ્રભાવિત થયા હતા. પ્રકાશ ડાભીએ ડોક્ટર ધીરુભાઈ પટેલની કરેલી કામગીરી અંગે જાણકારી મેળવી ધીરુભાઈની કામગીરીને પણ તેમણે વખાણી હતી.

શ્રીમદ રાજચંદ્ર સ્કિલ ડેવલોપમેન્ટ કોલેજમાં સેમિનાર યોજ્યોઃ મોટીવેશનલ સ્પીકર પ્રકાશ ડાભીએ તેમની સાયકલ યાત્રાના હેતુ અને ગાંધી વિચારોને યુદ્ધમાં રજૂ કરવા માટે ધરમપુર ખાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર સ્કીલ ડેવલપમેન્ટ કૉલેજમાં સેમીનાર આપ્યો હતો અને માનવતાના મૂલ્યોને યુવાનોને જાળવી રાખવા જણાવ્યું હતું. માત્ર પૈસા જ નહીં પરંતુ માનવ મૂલ્યો પણ જીવનમાં જરૂરી છે તેવું તેમણે જણાવ્યું હતું

આ પણ વાંચોઃ Cyclofun Rajkot: 10 હજારથી વધુ સાયકલીસ્ટ એ પેડલ મારીને પરસેવો પાડ્યો

પ્રકાશભાઈને 2 મજૂરી કરતા બાળકોએ આવકાર આપ્યોઃ પ્રકાશ ડાભીએ તેમના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, તેઓ જ્યારે સુરત પહોંચ્યા હતા. ત્યારે મજૂરી કામ કરી રહેલા 2 બાળકોએ તેમની સાયકલ ઉપર જોયેલા તિરંગાને જોઈ તેઓ ક્યાંથી આવ્યા છે તેવું પૂછ્યું હતું અને તેમને પીવાનું પાણી અને ભોજન આપવા માટેની વાત કરી હતી, જે જોઈને તેઓનો ખુશીનો પાર રહ્યો ન હતો કારણ કે આવા મજૂરી વર્ક કરતા બાળકો પાસે પણ માનવતા હોવાનું તેમણે જણાવ્યું હતું જેને જોઈને તેઓ ખૂબ આનંદિત અને ઉત્સાહિત થયા હતા.

કૉલેજોમાં કરે છે સેમિનારઃ પોઝિટિવ પ્રકાશ અભિયાન અંતર્ગત સબકો અપનાવો માનવતા બઢાઓના સ્લોગન સાથે 2,000 કિમીથી વધુ સાયકલ યાત્રા દ્વારા જાગૃતિ અભિયાન એક યાત્રા સ્વીકાર ઓર સન્માન કી ઓર લઈને ભાવનગરથી નીકળેલા પ્રકાશ ડાભી પોતાની સાથે વ્યક્તિત્વ વિકાસ અને સમાજ કાર્ય મૂલ્યલક્ષી શિક્ષણ જેવા વિષય સાથે શાળા કોલેજમાં સેમિનાર આપતા આગળ વધી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.