ETV Bharat / state

મુંબઈ બાદ ભાનુશાલી સેવા સમાજે વાપીમાં કોરોના દર્દીઓ માટે આશ્રમ ઉભો કર્યો

વાપીમાં વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને મદદરૂપ થઇ શકાય તેમને ઉત્તમ સારવાર મળી રહે તેવા શુભ ઉદ્દેશ્યથી વાપીના શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટે, કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ (માતૃસંસ્થા)ની ગાઇડલાઈન મેળવી સમાજના ગુરુ હરીદાસજી મહારાજની પ્રેરણા અને ઓધરામ બાપાના આશીર્વાદ મેળવી ગુજરાત સરકારના સહયોગથી આત્મનિર્ભર ક્વોરોન્ટાઇન સેન્ટર (ઑધવ હેલ્થ કેર) ઉભું કર્યું છે.

vapi
ભાનુશાલી સેવા સમાજ
author img

By

Published : Jul 23, 2020, 11:31 AM IST

વાપીમાં કોરોના દર્દીઓ માટે શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટે આશ્રમ ઉભો કર્યો

ક્વોરોન્ટાઇન વોર્ડમાં દર્દીને દાખલ કરતા પહેલાં રજીસ્ટરમાં તેની નોંધણી

એક જ દિવસમાં 1 દર્દી ક્વોરોન્ટાઇન અને 35થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી

દર્દીએ 'ભક્ત' છે. વોર્ડ એ 'આશ્રમ' છે. અને સારવાર એ 'યાત્રા' છે.

વલસાડ : કોરોના દર્દીઓ માટે આશ્રમ આ શબ્દ સાંભળીને દરેકને આંચકો લાગવો સ્વાભાવિક છે. આવા અનેક શબ્દોને કોરોના મહામારી સાથે જોડી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આ કપરા સમયમાં સેવાની ધૂણી ધખાવી છે. કોરોના મહામારીમાં મુંબઈમાં આગવી કોઠાસૂઝથી 564 દર્દીઓને સાજા કર્યા બાદ હવે, વાપીમાં વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખી સંસ્થાએ નિઃશુલ્ક covid-19 ક્વોરોન્ટાઇન વોર્ડ શરૂ કર્યો છે. જે અંગેની તમામ વ્યવસ્થા અફલાતૂન છે. જેમાં દર્દીએ 'ભક્ત' છે. વોર્ડ એ 'આશ્રમ' છે. અને સારવાર એ 'યાત્રા' છે. એવો અભિગમ સંસ્થાએ કેળવ્યો છે.

ભાનુશાલી સેવા સમાજે વાપીમાં કોરોના દર્દીઓ માટે આશ્રમ ઉભો કર્યો
આ સેન્ટર અંગે કો-ઓર્ડીનેટર જયંતિ દામાએ જણાવ્યું હતું કે, શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વાપીમાં જે સેવા શરૂ કરી છે. તેમાં ક્યાંય કોરોના કે ક્વોરોન્ટાઇન શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો નથી. સેવાનો ઉદેશય કોરોના મહામારી દરમ્યાન જ્યારે પણ કોઈ વેપારી કે, અન્ય નાગરિક કોરોના પોઝિટિવ આવે તે બાદ તેમના પરિવાર માટે આફત ઘેરી બનતી હોય છે. તેઓને અલગ હોમ ક્વોરોન્ટાઇન કરવા પડે છે. આ મહત્વના મુદ્દાને ધ્યાને રાખી વાપીમાં અહીં 60 બેડના વોર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે. જેને સમાજના આશ્રમના નામ અપાયા છે. જખૌ આશ્રમ, વાંઢાઇ, હરિદ્વાર, મુરચબાણ આશ્રમ જેમાં, કોરોના પોઝિટિવ દર્દીઓના સગા જેમ કે, પતિ-પત્ની-બાળકો-માતાપિતા કે સગાસબંધીએ તમામને દર્દીના હાઈ રિસ્ક કોન્ટેક મુજબ અલગ તારવી એ ક્વોરોન્ટાઇન વોર્ડ એટલે કે આશ્રમમાં સારવાર કરવામાં આવે છે. આ સેવાના કાર્યમાં અનેક દાતાઓનો સહયોગ મળ્યો છે. અહીં આવતા દર્દીને યાત્રાળુ માની દર્દી શબ્દનો પ્રયોગ ટાળવામાં આવ્યો છે. હવે રહી વાત સેવાની તો આ આત્મનિર્ભર ક્વોરોન્ટાઇન વોર્ડમાં સંસ્થા તરફથી સરકારની ગાઇડલાઈન મુજબ બેડ, મેડિકલ કીટ, ગરમ પાણીની કીટલી, નાસ લેવા માટે ઇલેક્ટ્રિક નાસ મશીન, માસ્ક, અને જરૂરી તબીબી સારવાર-નિદાન અને દવા આ સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવે છે. ક્વોરોન્ટાઇન વોર્ડમાં દર્દીને દાખલ કરતા પહેલા રજીસ્ટરમાં તેની નોંધણી થાય છે. વોલેન્ટીયર હેડની આગેવાનીમાં એક ટીમ તેના નિવાસસ્થાને મુલાકાત કરી તે ક્યાં સ્ટેજમાં છે તે તપાસ કરે છે. આવા 12 વિસ્તારોમાં આ કામગીરી માટે સ્વંયસેવકો, 41 ડોક્ટર, 7 જુનિયર ડોકટરની ટીમ નિઃશુલ્ક સેેવા આપે છે. આ ઉપરાંત દર્દીને ક્વોરોન્ટાઇન વોર્ડમાં લાવ્યા બાદ તેમાં કોરોના વાઇરસના લક્ષણો અંગે કોવિડ હોસ્પિટલમાં રિપોર્ટ મોકલી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત થાય છે. પહેલા દિવસથી જ શરદી ખાંસીના અને બીજા દિવસથી અન્ય રિપોર્ટ મોકલવામાં આવે છે. એ રીતે દર્દીને સારવાર અપાય છે. મહત્વની વાત એ છે કે, અહીં દર્દીએ તમામ પ્રવૃત્તિ જાતે કરવાની છે. રસોઈ આવ્યા બાદ પોતાના વાસણમાં જ જમવાનુ, પોતાની પથારી જાતે કરવાની, સ્વચ્છતા જાળવવાની, ટોયલેટ બાથરૂમની જાતે સફાઈ કરવાની અને તે પોતાના ઘરે હોય તે રીતે અથવા તો મંદિરમાં જે રીતે સેવા આપે છે. તે રીતે પોતાની કાળજી રાખીને સારવાર લેવાની છે. આ પ્રયોગ દ્વારા મુંબઈમાં કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 564 દર્દીઓને સાજા કર્યા છે. હવે વાપીમાં વધતા કેસને ધ્યાને રાખી શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટે આ થીમ પર સેવાની ધુણી ધખાવી છે. જેમાં એક જ દિવસમાં 1 દર્દી ક્વોરોન્ટાઇન થયો છે. જ્યારે 35થી વધુ દર્દીઓએ પોતાના નામની નોંધણી કરાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.