વલસાડઃ મહાત્મા ગાંધીજીની 151 મી જન્મ જયંતી નિમિત્તે દરેક સ્થળે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પણ પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શુક્રવારના રોજ DySp નવી કચેરી પટાંગણમાં કરજવેરી બલાઇન્ડ સ્કૂલના બાળકો દ્વારા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન ધરમપુર પોલીસ મથકના PSI એ.એન.ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેમને બાપુની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટય કરી બાપુને સુત્તરની આંટી પહેરાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, જે બાદ વૈષ્ણવજન તો તેને કહીએ..

ભજનના ગાન બાદ PSI ગોહિલે જણાવ્યું કે, ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકામાં હતા, ત્યારે તેમને કાળા ધોળાની રંગભેદની નીતિનો કડવો અનુભવ થયો હતો અને તેમાંથી તેમણે દરેક પ્રત્યે સમાનતાની ભાવના જાગી હતી અને ભાવનાને સાથે લઈ સત્ય અને અહિંસાને જોડી તેમણે સમગ્ર ભારતમાં એક અનોખું અભિયાન શરૂ કર્યું હતું અને દેશની આઝાદી માટે ખૂબ મહત્વપૂર્ણ છે કે એકબીજા માટે જ સમાનતા અને સત્ય અહિંસાનો અર્થ જાળવવો જોઈએ.

આજે પણ ગાંધીજીના વિચારો એટલા જ સચોટ સાબિત થાય છે, ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકોએ સાફ સફાઈ અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું. પહેલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતાના વિવિધ સંદેશાઓના બેનરો સાથે એક રેલી ધરમપુર પોલીસ સ્ટેશન નજીકથી નીકળીને બજારમાં ફરી ગાંધી બાગ ઉપર પહોંચી હતી અને ગાંધી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી.

મહત્વનું છે કે ધરમપુરમાં આવેલા પહેલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમય અંતરે સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમજ કોરોનાની મહામારી દરમિયાન પણ આ ટ્રસ્ટ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી છે.