વલસાડઃ વલસાડમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી દ્વારા સ્કુલમાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું (Bal Pratibha Shodh Vaktrutv Spardha ) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ જેટલા વિષય નક્કી કરવામાં આવ્યા હતાં. એક વિષય હતો મારો આદર્શ નાથુરામ ગોડસે. વિષય ગાંધી નિંદા કરનાર અને ગોડસેને હીરો તરીકે ચિતરનાર બાળકને પ્રથમ ક્રમ આપી દેવાતાં ભારે વિવાદ (Bal Pratibha Shodh Colluctation) જાગ્યો છે. જોકે આ બાબતની જાણકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને થતાં તપાસ શરુ કરી છે.
સ્થાનિક કચેરી દ્વારા પસંદ કરાયેલા વિષય ઉપર સ્પર્ધા
બાળ પ્રતિભા શોધ સ્પર્ધા જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા કરવામાં આવી હતી. જેમાં ધોરણ5થી 8ના અને 11થી 13 વર્ષના બાળકોને વિવિધ વિષય ઉપર વકૃત્વ સ્પર્ધાનું આયોજન (Bal Pratibha Shodh Colluctation ) કરવામાં આવ્યું હતું. અનેક બાળકોએ વિવિધ વિષય ઉપર પોતાના વિચારો રજૂ કર્યાં હતાં. જોકે મારો આદર્શ નાથુરામ ગોડસેે વિષય પણ હોય તેમાં ગાંધીજીની નિંદા કરીને ગોડસેને હીરો તરીકે દર્શાવી બાળકોના કુમળા માનસ ઉપર નથુરામને નાયક સિદ્ધ કરવા બાબતે બોલનાર વિધાર્થીને પ્રથમ ક્રમ આપી દેવાયો હતો.
વિવાદ થતા અધિકારીઓએ ફોન ઊંચકવા બંધ કરી દીધા
સમગ્ર બાબત જાહેર થતાં જ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી જેમના દ્વારા કાર્યક્રમનું આયોજન (Bal Pratibha Shodh Colluctation ) અને વિવિધ વિષયો નક્કી કરવામાં આવે છે તેમના દ્વારા સમગ્ર હકીકત બહાર આવતા જ અધિકારીએ ફોન ઉંચકવાના બંધ કરી દીધા હતાં. તો બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તેમને બોલાવીને સમગ્ર બાબતે તપાસ શરુ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Azadi Ka Amrit Mahotsav: નવજીવનને મૌલાના મહોમ્મદ અલીએ છાપકામના તમામ યંત્રો કર્યા હતા ભેટ
વકૃત્વ સ્પર્ધાની થીમ જિલ્લા યુવા વિકાસ આધિકારી નક્કી કરે છે : જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી
જિલ્લા પ્રાથમિક શિક્ષણ આધિકારી બારિયાનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આયોજકોને બોલાવી કોણે વકૃત્વની થીમ પસંદ કરી તેમજ કોણે વિષયો પસંદ કર્યા (Bal Pratibha Shodh Colluctation ) તે બાબતે તપાસ શરુ કરી છે. વળી જિલ્લા યુવા વિકાસ કચેરી એ જિલ્લા પંચાયત હસ્તક આવતી ન હોઇ તેમની સામે કોઈ કાર્યવાહી થઇ શકે એવી સત્તા નથી છતાં તેમને બોલાવીને હકીકત જાણવા પ્રયાસ કરવામાં આવશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા
વલસાડની કુસુમ વિદ્યાલયમાં બાળ પ્રતિભા શોધ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી (Bal Pratibha Shodh Colluctation ) જેમાં મારો આદર્શ ગોડસે જેવા વિષય ઉપર બોલ્યા બાદ પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. જે બાબતે કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ (Congress Spokesperson Manish Doshi ) તીખી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ખૂબ (Valsad Kumud Vidyalay Controversy ) નિંદનીય બાબત છે. ગાંધીજી જેવા મહાત્માને નબળા ચીતરીને ગોડસેને નાયક ચિતરવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. જે બાળકોના કુમળા માનસ ઉપર સીધી અસર કરે એમ છે. સંઘ, આરએસએસ અને ભાજપ ઉપર આક્ષેપ કરતા તેમણે કહ્યું કે બાળકોને અત્યારથી જ ગાંધી વિચારધારાથી વિમુખ કરવાનો કારસો થઈ રહ્યો છે.