ETV Bharat / state

Atmanirbhar Gram Yatra : વલસાડ જિલ્લામાં માલખેતથી પાટકરે કરાવ્યું પ્રસ્થાન - Atmanirbhar Gram Yatra : વલસાડ જિલ્લામાં માલખેતથી પાટકરે કરાવ્યું પ્રસ્થાન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉમરગામ તાલુકાની 8 જિલ્લા પંચાયત બેઠકો ઉપર તારીખ 18 થી 20 મી નવેમ્બર સુધી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા ( Atmanirbhar Gram Yatra ) રથ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુરુવારે ઉમરગામ તાલુકાના માલખેત ગામ ખાતે ધારાસભ્ય રમણ પાટકરે ( Raman Patkar MLA ) યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

Atmanirbhar Gram Yatra : વલસાડ જિલ્લામાં માલખેતથી પાટકરે કરાવ્યું પ્રસ્થાન

author img

By

Published : Nov 18, 2021, 7:44 PM IST

  • ઉમરગામના માલખેત ગામેથી Atmanirbhar Gram Yatra નું પ્રસ્થાન
  • નવા બનેલા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરાયું
  • ગામના વિકાસના કામોમાં ગામલોકો પણ નજર રાખે: Raman Patkar MLA

ઉમરગામ : રાજ્યમાં 18મી નવેમ્બરથી 20 નવેમ્બર દરમ્યાન તમામ જિલ્લામાં અને તાલુકા મથકે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું ( Atmanirbhar Gram Yatra ) આયોજન થયું છે. જે અંતર્ગત ઉમરગામ તાલુકાના માલખેત ગામે ધારાસભ્ય રમણ પાટકર ( Raman Patkar MLA ) અને જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન કરાવી ગ્રામપંચાયતના નવા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગામના વિકાસના કામોમાં સરપંચ ઉપરાંત ગામના લોકો પણ પોતાની જવાબદારી નિભાવે અને તકલાદી કામો પર નજર રાખે તેવું આહ્વાન પાટકરે કહ્યું હતું.

ગ્રામપંચાયતના ગ્રામ સચિવાલયનું લોકાર્પણ

ઉમરગામ તાલુકાના માલખેત ગામેથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાના ( Atmanirbhar Gram Yatra )રથનું ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો, ગામના સરપંચ અને ગામલોકોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. માલખેત ગ્રામપંચાયતના ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે ગામના લાભાર્થી ખેડૂતો, વિદ્યાર્થીઓને કીટ અને આઈ કાર્ડનું વિતરણ કરી શુભેચ્છા પાઠવી હતી.

18થી 20 નવેમ્બર રાજ્યભરમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાઇ છે
ઉમરગામનું દરેક ગામ આત્મનિર્ભર ગામ છે

આત્મનિર્ભર ગ્રામ યાત્રાના કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્ય રમણ પાટકરે ( Raman Patkar MLA ) જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાના તાલુકામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાની ( Atmanirbhar Gram Yatra ) શરૂઆત કરી છે. 1995માં કેશુભાઈએ જાહેર કરેલ ગોકુળ ગામની તર્જને આગળ લઈ જવા આ યાત્રાનો ઉદેશ્ય છે. જે અંતર્ગત ઉમરગામ તાલુકાના તમામ 53 ગામમાં વિકાસ થયો છે. આંગણવાડી, શાળા, રસ્તાઓ અને પીવાના પાણીની સુવિધા ગામ લોકોને મળી છે. દરેક ગામ આત્મનિર્ભર ગ્રામ બન્યું છે.

ગુણવત્તાયુક્ત કામ માટે તેના પર નજર રાખો

વધુમાં રમણ પાટકરે ( Raman Patkar MLA ) સ્ટેજ પરથી જણાવ્યું હતું કે ગામમાં જે વિકાસના કામો થઇ રહ્યા છે તે વિકાસના કામોની જવાબદારી માત્ર સરપંચની નથી. વિકાસના કામમાં ગામના યુવાનો પણ તેમની જવાબદારી નિભાવી તકલાદી કામ માટે અવાજ ઉઠાવે તો જ ગામનો વિકાસ થશે. આ ભાવ ગામના દરેક વ્યક્તિમાં હોવો જોઈએ. ગુણવત્તાયુક્ત કામ માટે ગામના દરેક નાગરિકે વિકાસના દરેક કામને પોતાનું કામ ગણી તેના પર નજર રાખવી જોઈએ.

તકલાદી કામ સામે જાગૃતિ બનો

રમણ પાટકરે ( Raman Patkar MLA ) ભૂતકાળમાં મમકવાડા ગામ ખાતે પાણી પુરવઠાની યોજનામાં માત્ર ટેપિંગ કરી તકલાદી કામ થયું હોવાના બનાવને યાદ કરી ગામ લોકોને આહ્વાન કર્યું હતું કે આવું કામ આવનારા દિવસોમાં ના થાય એ માટે ગામના દરેક નાગરિકે તકેદારી રાખવી જરૂરી છે. જો આવું કોઈ પણ કામ સરકારના ધ્યાનમાં મુકવામાં આવશે તો સરકાર જાગૃત બની તે અંગે જરૂરી કાયદાકીય પગલાં પણ લેશે.

આ પણ વાંચોઃ Atmanirbhar Gram yatra: CM Bhupendra Patel દ્વારા ખેડાથી પ્રારંભ કરાવાઇ

આ પણ વાંચોઃ કેબિનેટ બેઠકમાં જીતુ વાધાણીએ શું જણાવ્યું જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.