વલસાડઃ વાપીમાં મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (MIA) દ્વારા અમીગો ઇન્ડસ્ટ્રીઝ અને વેલસ્પન ઇન્ડિયા હોમ ટેકસ્ટાઇલ્સમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા રક્તદાન કેમ્પનું (Blood donation camp in Vapi)આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ સહિતના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓનું સન્માન કર્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વીજળી કે કોલસાની જરાય અછત નથી, વાપીમાં નાણા પ્રધાન કનુ દેસાઈનું નિવેદન
રક્તદાન કેમ્પનું આયોજન - રક્તદાન પ્રસંગે ઉપસ્થિત નાણાપ્રધાન કનુ દેસાઈએ દેશ પર તોળાઈ રહેલા વીજ સંકટ અંગે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી તેણે ગુજરાતમાં વિન્ડ પાવર અને સોલાર પાવર(Wind power and solar power) થકી ઉર્જા સ્ત્રોત ઉત્પન્ન કરવાના પ્રયાસ કર્યા હતાં. આજે રાજ્યમાં 6 હજાર મેગા વૉટ વીજળી વિન્ડ પાવર અને સોલાર પાવર થકી મેળવવામાં આવે છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠાના 2 તાલુકામાં UGVCLની નવી ઓફિસનું લોકાર્પણ, હવે કેટલી મદદ મળશે, જૂઓ
ગુજરાતમાં ક્યાંય વીજ સંકટ નથી - હાલમાં જ્યારે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને (Russia Ukraine war)કારણે ગેસ સપ્લાય અને કોલ સપ્લાયને માઠી અસર પહોંચી છે. દેશમાં કોલ ઇન્ડિયા દ્વારા કોલસાની પૂર્તિ કરી દરેક પાવર પ્લાન્ટને ધમધમતાં કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે ગુજરાતમાં આજે પણ ઉદ્યોગો માટે અને ખેતી માટે પૂરતી વીજળી મળી રહી છે. ગુજરાતમાં ક્યાંય વીજ સંકટ ઉભું થયું નથી. તેવું રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું.