ETV Bharat / state

અયોધ્યામાં થયેલા ભૂમિપૂજન સમયે પારડીના રામજી મંદિરમાં 108 દીવાની કરાઈ આરતી

સમગ્ર હિન્દુ સમાજ માટે ગર્વ લેવા જેવી બાબત હોય તો તે અયોધ્યાનુ રામ મંદિર છે. અનેક વર્ષોની લડાઈ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ખાતે રામ મંદિરના શિલાન્યાસ કર્યો છે. ત્યારે સવારે શિલાન્યાસના સમયે દરેક જગ્યા ઉપર રામ મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જે પૈકી વલસાડ જિલ્લાના પારડી ખાતે સ્વાધ્યાય મંડળના પરિસરમાં આવેલા મંદિરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને સ્વાધ્યાય મંડળના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સ્વાધ્યાય મંડળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઉત્સાહભેર જોડાયાં હતાં.

author img

By

Published : Aug 5, 2020, 4:17 PM IST

અયોધ્યામાં થયેલા ભૂમિપૂજન સમયે પારડીના રામજી મંદિરમાં 108 દીવાની કરાઈ આરતી
અયોધ્યામાં થયેલા ભૂમિપૂજન સમયે પારડીના રામજી મંદિરમાં 108 દીવાની કરાઈ આરતી

વલસાજઃ અયોધ્યામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રીરામના રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું છે અને આ જ સમયે સમગ્ર ભારતમાં દરેક દેવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે પૈકી વલસાડ જિલ્લાના પારડી ખાતે સ્વાધ્યાય મંડળના પરિસરમાં આવેલા રામ મંદિર વિશ્વ હિન્દુ પરિષદ અને સ્વાધ્યાય મંડળના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભગવાન શ્રીરામની મહાઆરતી અને 108 દીવાની આરતીનું આયોજન કરાયું સાથે જ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતાં તો બપોર બાદ પ્રસાદ વિતરણનું કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી કાયદાકીય ગૂંચમાં પડેલી અયોધ્યાની જમીન અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું છે જ્યાં આગામી વર્ષોમાં ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ થનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.