- ભિલાડ પોલીસ સ્ટેશનના એએસઆઈનો આપઘાત
- 6 વર્ષથી ક્રાઈમ રાઇટર તરીકે ફરજ બજાવતા
- પોલીસે આપઘાતના કારણો જાણવા તપાસ હાથ ધરી
ભિલાડ: આ અંગે મળતી વિગતો મુજબ 16 જાન્યુઆરીએ ભિલાડ પોલીસ સ્ટેશનમાંથી નાસતાફરતા આરોપીઓની માહિતી મોકલવાની હતી. આ માહિતી ન મળતા તે અંગે પીએસઆઈએ તપાસ કરી હતી, જેમાં ASI રતિલાલ ફરજ પર આવ્યા ન હોવાનું જાણવા મળતા તેનો મોબાઈલ પર કોન્ટેકટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ફોન પર રિપ્લાય ન આવતા આખરે એક કોન્સ્ટેબલને રતીલાલના ઘરે મોકલવામાં આવ્યો હતો.
એએસઆઈએ પોલીસ લાઈનમાં બી બ્લોકમાં આપઘાત કર્યો
જ્યાં તેના ઘરનો દરવાજો બંધ હોય તે ન ખોલતા આખરે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી જોતા રતિલાલનો મૃતદેહ ઘરમાં પડ્યો હતો. અને તેની બાજુમાં એક ઝેરી દવાની શીશી પડી હતી. એટલે તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કરતા મામલતદારને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્યૂસાઈડ નોટ મળી નથી
મૃતક રતિલાલ મૂળ ધરમપુરના વતની હોય તેના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા અને મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને રવાના કર્યો હતો. રતિલાલના મૃતદેહ પાસેથી કોઈ જ સ્યુસાઈડ નોટ મળી નથી. એટલે તેમના મૃત્યુના કારણો જાણવા તેમ જ તેમને કોઈ પરેશાની કે તકલીફ હતી કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવા તેમના પરિવારજનોની પૂછપરછ કરી તપાસ કરવામાં આવશે તેવું ડીવાયએસપીએ જણાવ્યું હતું.