- SC, STના દાખલા મેળવવા માટે થયેલા ફેરફાર બાદ ઉમેદવારો ખાઇ રહ્યા છે ધક્કા
- ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર હોવાથી લોકોની દોડધામ વધી
- પોલીસ સ્ટેશનમાંથી ક્લીનર ક્લિયર સર્ટિફિકેટ મેળવવા લોકોની દોડધામ
વલસાડ: સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ (Gram Panchayat elections 2021) જાહેર થતાની સાથે જ ગ્રામીણ કક્ષાએ રાજકારણ ગરમાયું છે. સરપંચની ચૂંટણી (Sarpanch Election) માટે ઉમેદવારી કરવા માટે દરેક ગામોમાં બે થી ત્રણ લોકો તૈયારીઓ કરી રહ્યા છે, જોકે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવક જાતિના દાખલા તેમજ તેની સાથે જોડતા અનેક અન્ય દસ્તાવેજો લઈ લોકો પોતાની ઉમેદવારી કરવા માટે મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ ભેગા થઈ રહ્યા હતા. સોમવારના રોજ ઉઘડતી સવારથી જ ધરમપુર અને કપરાડા જેવા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ સર્ટિફિકેટ મેળવવા માટે દોડધામ (Candidate Rused At Mamalatdar Office) કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: જેસર તાલુકા પંચાયમાં બહુમતી ભાજપની પણ પ્રમુખ AAPના બનશે
મામલતદાર કચેરીએ તેમજ તાલુકા પંચાયત કચેરીએ લોકોની ભારે ભીડ
૧૯ ડિસેમ્બરના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના દરેક ગામોમાંથી 2થી 3 ઉમેદવારો પોતાની પેનલ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે અત્યારથી જ તૈયારીઓ કરતા જોવા મળી રહ્યાં છે. આ તમામ ઉમેદવારોની સાથે પોતાની પેનલના વોર્ડના સભ્યો સાથેના કાગળો કરવા માટે મામલતદાર કચેરીએ આ તમામ કાફલો દોડધામ કરતો જોવા મળી રહ્યો હતો, સોમવારના રોજ સવારથી જ મામલતદાર કચેરીએ તેમજ તાલુકા પંચાયત કચેરીએ લોકોની ભારે ભીડ જોવા મળી હતી, એમાં પણ ખાસ કરીને SC, STના જાતિના દાખલા મેળવવા માટે લોકોને અનેક જગ્યાઓ પર ધક્કા ખાતા જોવા મળી રહ્યાં છે.
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર હોવાથી લોકોની દોડધામ વધી
૧૯ ડિસેમ્બરે યોજાવા જઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર હોવાને લઈને લોકોમાં કાગડો કરવા માટે ભારે દોડધામ વધી છે, જાતિના દાખલા આવકના દાખલા આધાર કાર્ડ બેંકની details પોતાના પેઢીનામાં સહિતના તમામ કાગળો કરાવવા માટે લોકો અનેક જગ્યાઓ ઉપર દોડધામ કરતા જોવા મળી રહ્યા છે, એમાં પણ ગણતરીના દિવસો હોવાને લઇને કેટલાક ઉમેદવારી કરવા માટે પણ રહી જશે એવો ડર લોકોને સતાવી રહ્યો છે, કારણ કે સરકારી કાગળો કરવા માટેની આંટીઘૂંટીમાં લોકો ફસાઈ જશે તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: વાપીમાં ચાલુ મતદાને એવું તો શું બન્યું કે EVM મશીન થયું ખરાબ...
લોકો 2 તારીખ સુંધી ઉમેદવારી કરશે
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા ઉમેદવારો ખાસ કરીને પંચાંગના આધારે અભિજિત મુહૂર્તમાં કે શુભ અને લાભ મુહૂર્તમાં ઉમેદવારી કરતા હોય છે, જોકે આ વખતે તારીખ 3 ડિસેમ્બર અને 4 ડિસેમ્બરમાં ચૌદસ અને અમાસ આવતી હોવાને લઈને આ બંને દિવસોમાં સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ઉમેદવારો મોટાભાગે ફોર્મ ભરાશે નહીં, જેના કારણે 2 તારીખ સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરવા તેઓની દોડધામ વધી ગઇ છે.
ક્રીમી લેયર સર્ટિફિકેટ મેળવવા માટે પોલીસ મથકે પણ લોકોના આંટા ફેરા
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનારાઓ માટે તેમના ઉપર કોઈપણ પોલીસ કેસ થયેલો હોવો જોઈએ નહિ તે માટે પોલીસ સ્ટેશનમાંથી ક્રીમી લેયર સર્ટિફિકેટ મેળવવા પણ પોલીસ મથકે લોકોના આંટાફેરા વધી ગયા છે, તેમના વિસ્તારમાં આવતા જે તે પોલીસ સ્ટેશનમાં લોકો આ સર્ટી મેળવવા માટે પોલીસ મથકો સુધી પહોંચી રહ્યા છે, તેમ છતાં પણ રોજિંદા ૩૦થી ૪૦ જેટલા સર્ટિફિકેટો વિવિધ પોલીસ મથકોમાંથી ચકાસણી બાદ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.