ETV Bharat / state

વલસાડની આંબાવાડીમાં ભયાનક રોગનો પગપેસારો, જાણો શું છે આ રોગ અને ક્યાંથી આવ્યો... - arrival

વલસાડઃ સમગ્ર ગુજરાતમાં ફળોના રાજા તરીકે પ્રખ્યાત વલસાડની કેરીની આંબાવાડીઓમાં હાલ એક ભયાનક રોગનો પગપેસારો થયો છે. જેથી આંબાની કલમોમાં malformation નામનો રોગ પ્રસરી રહ્યો છે અને આંબાની કલમો સુકાઈ રહી છે. જો કે, આ રોગના પગપેસારો પાછળનું મુખ્ય કારણ સમગ્ર ગુજરાતમાં નર્સરીઓ માટે કોઈપણ પ્રકારનો નર્સરી એક્ટ લાગુ ન હોવાનું છે. જેને કારણે બીજા રાજ્યોમાંથી આવતી વિવિધ પ્રકારની કલમોમાંથી આ રોગ ધીમી ગતિએ પેસારો કરી રહ્યો છે જે ખેડૂતો અને બાગાયત વિભાગ માટે ચિંતાનો એક વિષય બન્યો છે.

વલસાડની આંબાવાડીમાં ભયાનક રોગનો પગપેસારો
author img

By

Published : May 21, 2019, 10:55 PM IST

સમગ્ર વલસાડ જિલ્લામાં 18000 હેક્ટરમાં આંબાવાડીઓ આવેલી છે. તેમાં પણ ખાસ કરીને વલસાડી હાફુસ માટે ખેડૂતો આખું વર્ષ મહેનત કરતા હોય છે, પરંતુ છેલ્લા ત્રણેક વર્ષ થઈ વાતાવરણની અસરને કારણે સંવેદનશીલ ગણાતી હાફુસની કેરીઓનો પાક મહદંશે ઓછો ઊતરી રહ્યો છે. અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવતી વિવિધ કલમોની સાથે ખેડૂતો કેટલાક રોગો પણ સાથે લઈ આવતા હોય છે, પરંતુ આ સમગ્ર બાબતની જાણકારી ખેડૂતોને પણ હોતી નથી. છેલ્લા 4 વર્ષથી વલસાડમાં અન્ય રાજ્યોમાંથી કલમો વેચવા આવતા કેટલાક ફેરિયાઓએ ખેડૂતોને આવી રોગિષ્ટ કલમો પધરાવી દેવામાં આવી હતી. જેના કારણે વલસાડના કેટલાક વિસ્તારોમાં જ્યાં આંબાની નર્સરી આવેલી છે તે ક્ષેત્રોમાં malformation નામનો રોગ જોવા મળી રહ્યો છે.

વલસાડ જિલ્લા બાગાયત અધિકારીના જણાવ્યા અનુસાર, આ રોગ એટલો ભયાનક છે કે, જે પણ કલમમાં દેખાય તે કલમનું નિકંદન કાઢ્યા વિના તે જતો નથી. જે પણ ડાળીઓ ઉપર આ રોગની અસર જોવા મળે તે ડાળીઓને અડધેથી કાપી નાખવામાં જ કલમ બચાવી લેવાનું હિત સમાયેલું છે. વધુમાં કાપેલી ડાળી સળગાવી દેવી અથવા તો ખાડો ખોદીને દાટી દેવી જેથી આ રોગ વધુ વકરી શકે નહીં. જો કાપેલી ડાળીને ખુલ્લેઆમ છોડી દેવામાં આવે તો, તેના જંતુ હવામાં ફેલાય છે અને અન્ય કલમો ઉપર પણ તેની અસર ઊભી કરે છે. મહત્વની વાત છે કે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યોમાં નર્સરી એક્ટ લાગુ હોવાથી ત્યાં આ પ્રકારે રોપ વેચવાની મનાઈ છે, પરંતુ ગુજરાતમાં કોઈપણ પ્રકારનો નર્સરી એક્ટ લાગુ ન હોવાથી અન્ય રાજ્યોમાંથી કોઈપણ રોકટોક વિના ફૂલ છોડ કે અનેક પ્રકારની કલમો ગુજરાતમાં લાવવામાં આવી રહી છે અને ખુલ્લેઆમ તેનું વેચાણ થઈ રહ્યું છે.

વલસાડની આંબાવાડીમાં ભયાનક રોગનો પગપેસારો

વલસાડ જિલ્લા બાગાયત અધિકારી નીતિનભાઈ પટેલ કહ્યુ કે, છેલ્લા 3 વર્ષથી malformation નામનો રોગ ઘર કરી ગયો છે. આ નર્સરીઓમાં બનાવવામાં આવતી 100 જેટલી આંબાની ચેપા કલમોમાં આ રોગ જોવા મળે છે. આ રોગમાં કલમના પાંદડા ગોળ વળી જાય ત્યારબાદ ધીરે ધીરે સુકાઈને ખરી જતા હોય છે. જો તેને અટકાવવું હોય તો જ્યાં આગળથી આ ડાળીઓ ગોળ વળી જતી હોય તે ભાગમાંથી તેને કટ કરીને અલગ કરી દેવી પડતી હોય છે. જો તેમ ન કરવામાં આવે તો, ધીરે ધીરે કરીને આખી કલમ જ આ રોગનો શિકાર બને છે. આ સમગ્ર બાબતનું મુખ્ય કારણ ગુજરાતમાં નર્સરી એક્ટ લાગુ નથી જેના કારણે malformation નામનો રોગ પગપેસારો કરી ચૂક્યો છે. જો તેને સમયસર ડામવામાં નહીં આવે તો તે આગામી વર્ષમાં સમગ્ર વલસાડ જિલ્લાને પોતાની ચપેટમાં લઈ શકે એમ છે.

Intro:સમગ્ર ગુજરાતમાં ફળોના રાજા માટે પ્રખ્યાત એવા વલસાડ જિલ્લામાં હાલ આંબાવાડીઓમાં અન્ય રાજયોમાંથી આવતી આંબાની કલમો માંથી એક ભયાનક રોગ નો પગપેસારો થયો છે જેના કારણે આંબાની કલમો માં malformation નામનો રોગ પ્રસરી રહ્યો છે જેને લઇને અનેક આંબાની કલમો સુકાઈ રહી છે અને તેના પાન તેમજ તેની મંજરીઓ ગોળ વળી જય ખરી રહી છે જોકે આ રોગના પગપેસારો પાછળનું મુખ્ય કારણ સમગ્ર ગુજરાતમાં નર્સરી ઓ માટે કોઈપણ પ્રકારનો નર્સરી એક્ટ લાગુ ન હોવાને કારણે અન્ય રાજ્યોમાંથી આવતી વિવિધ પ્રકારની કલમો માંથી આ રોગ ધીમી ગતિએ પરંતુ મજબૂતાઈથી પેસારો કરી રહ્યો છે જે ખેડૂતો સહિત બાગાયત વિભાગ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે

Body:વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 18000 હેક્ટર માં આમાં વાડીઓ આવેલી છે એમાં પણ ખાસ કરીને વલસાડી હાફુસ માટે ખેડૂતો આખું વર્ષ મહેનત કરતા હોય છે પરંતુ છેલ્લા ત્રણેક વર્ષ થઈ વાતાવરણની અસર તેમજ sunstroke ને કારણે સંવેદનશીલ ગણાતી હાફુસ ની કેરીઓ નો પાક મહદંશે ઓછો ઊતરી રહ્યો છે તો એ માવડી ખેડૂતો ઉપર પડતા માં પાટુ જેવી સ્થિતિ મારતા અન્ય રાજ્યોમાંથી પોતાના ખેતરમાં રોકવા માટે લાવવામાં આવતી વિવિધ કલમો માં ખેડૂતો કેટલાક રોગો જ સાથે લઈ આવતા હોય છે પરંતુ આ સમગ્ર બાબત ખેડૂતોને પણ જાણકારી હોતી નથી છેલ્લા ચારેક વર્ષથી વલસાડ જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી કલમો વેચવા આવતા કેટલાક ફેરિયાઓ દ્વારા ખેડૂતોને આવી રોગિષ્ટ કલમો પધરાવી દેવામાં આવી હતી જેના કારણે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેમજ ખાસ કરીને વિવિધ નર્સરી જ્યાં આગળ આંબા ની નવી કલમો તૈયાર કરવામાં આવે છે એવા ક્ષેત્રમાં malformation નામનો રોગ જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લા બાગાયત અધિકારીના જણાવ્યા અનુસાર આ રોગ એટલો ભયાનક છે કે જે પણ કલમમાં તે દેખાય છે તે કલમનું નિકંદન કાઢ્યા વિના તે જતો નથી જે પણ ડાળીઓ ઉપર આ રોગની અસર જોવા મળે છે એ ડાળીઓને અડધેથી કાપી નાખવામાં જ કલમ બચાવી લેવાનું હિત સમાયેલું છે અને કાપેલી ડાળી સળગાવી દેવી અથવા તો ખાડો ખોદીને દાટી દેવી જેથી આ રોગ વધુ વકરી શકે નહીં જો કાપેલી ડાળીને ખુલ્લેઆમ છોડી દેવામાં આવે તો તેના જંતુ હવામાં ફેલાય અને અન્ય કલમો ઉપર પણ તેની અસર ઊભી કરતા હોય છે મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્ર હોય કે મધ્ય પ્રદેશ બંને રાજ્યોમાં નર્સરી એક લાગુ છે જેના કારણે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં કોઈપણ કલમો કે અન્ય વસ્તુઓ લઈ જઈ શકાય એમ નથી પરંતુ ગુજરાતમાં કોઈપણ પ્રકારનો નર્સરી એક લાગુ કરવામાં નથી આવ્યો જેના કારણે અન્ય રાજ્યોમાંથી કોઈપણ રોકટોક વિના ફૂલ છોડ કે અનેક પ્રકારની કલમો ગુજરાતમાં લાવવામાં આવી રહી છે અને ખુલ્લેઆમ તેનું વેચાણ થઈ રહ્યું છે અને તેની સાથે સાથે રોગયુક્ત કલમો પણ ગુજરાતમાં આવી રહી હોય આંબાવાડીઓમાં આવા રોગો પણ પગપેસારો કરી ચૂક્યા છે

Conclusion:વલસાડ જિલ્લા બાગાયત અધિકારી નીતિનભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું કે વલસાડ જિલ્લાની કેટલીક આબાનીકલમ બનાવતી નર્સરીઓ માં છેલ્લા ત્રણ વર્ષથી malformation નામનો રોગ માંઝા મૂકી રહ્યો છે નર્સરી ઓ માં બનાવવામાં આવતી 500થી વધુ જેટલી આંબાની ચેપા કલમોમાં સો જેટલી કલમોમાં આરોગ અંદાજિત જોવા મળે છે આ રોગમાં કલમ ના પાંદડા ગોળ વળી જતા હોય છે જે બાદ ધીરે ધીરે સુકાઈ અને ખરી જતા હોય છે જો તેને અટકાવવું હોય તો જ્યાં આગળથી આ ડાળીઓ ગોળ વળી જતી હોય એ જ વિસ્તાર માંથી તેને કટ કરીને અલગ કરી દેવી પડતી હોય છે અને તેમના કરવામાં આવે તો ધીરે ધીરે કરીને આખી કલમ જ આ રોગનો શિકાર બને છે આ સમગ્ર બાબત નું મુખ્ય કારણ ગુજરાતમાં નર્સરી એક્ટ લાગુ નથી જેના કારણે malformation નામનો રોગ પગપેસારો કરી ચૂક્યો છે જો તેને સમયસર ડામવામાં નહીં આવે તો તે આગામી વર્ષમાં સમગ્ર વલસાડ જિલ્લાને પોતાની ચપેટમાં લઈ શકે એમ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.