- વાપીમાં છેતરપિંડી કરી નાણાંની ઉચાપતનો મામલો
- મંથન શાહે લાખો રુપિયાની કરી છેતરપિંડી
- ધરપકડ બાદ બે દિવસના રિમાન્ડ પર સોંપાયો
વાપી :- વાપીના ચલામા રહેતા મંથન શાહ અને તેમની પત્ની પૂર્વી શાહ વિરુદ્ધ છેતરપિંડી કરી લાખો રુપિયા પડાવી લીધાંની ફરિયાદ નોંધાઇ છે. વાપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મંથનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે મંથનના 2 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. મંથને અન્ય કેટલાય લોકોના રૂપિયા ચાંઉ કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ પોરબંદરના તબીબ પાસે મોબાઈલ પર થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરાવીને છેતરપિંડી
નોકરાણીના 35 લાખ અને સેલવાસના યુવકના 15.70 લાખ ચાંઉ કર્યા
વાપી ચલા ખાતે રહેતા મંથન જયેશ શાહના ઘરે વર્ષ 2015માં ઘરકામ કરતી છરવાડાની એન્કટીબેન પાસેથી 35 લાખ જેવી માતબર રકમ પડાવી તે પરત નહીં કરતા વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ મુજબ ફરિયાદીને નાસ્તાની દુકાન ખોલવાની હોવાથી મંથન સાથે વાત કરી હતી. મંથને દુકાન અપાવવાની લાલચ આપી પત્ની પૂર્વી સાથે મળી નોકરાણી પાસેથી 35 લાખ પડાવી લીધાં હતાં. તેમ છતાં દુકાન ન અપાવતાં રુપિયાની માગણી કરતા ઝગડો કરી દંપતિએ તેને નોકરીથી કાઢી મૂકી હતી. નોકરાણીએ અંતે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ ભુજના પોસ્ટ કૌંભાડ મામલે અંતે મહિલા એજન્ટના પતિ સચિન ઠક્કરની ધરપકડ કરાઈ
મંથનની પત્ની ફરિયાદ બાદ ફરાર થઈ ગઈ
આ કેસમાં ટાઉન પોલીસે આરોપી મંથન શાહને સેલવાસથી ટ્રાન્સફર વોરન્ટથી વાપી લઇ આવી ધરપકડ કર્યા બાદ કોર્ટ સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે તેની પત્ની પૂર્વી હાલ ફરાર છે. આરોપી મંથન શાહે સેલવાસમાં રહેતા એક યુવક પાસેથી પણ 15.70 લાખ પડાવી લઇ છેતરપિંડી કરતાં તેણે પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી મંથનની ધરપકડ કરી હતી.
પતિપત્ની લોકોને ભોળવી પૈસાની માગણી કરી પરત ન આપતાં
ફરિયાદીએ આરોપી મંથન પાસે રુપિયા માગવા જતી હતી ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તેણે સુભાષચંદ્ર અમ્રતલાલ ભાવસાર, બબલીબેન ધીરૂભાઇ મારડીયા, ઝરણાબેન વિજય તેજવાની અને પ્રતાપ અન્નપ્પા શેટ્ટી સહિત અન્ય લોકો પાસેથી પણ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવ્યાં છે. આ લોકોના રુપિયા પણ આરોપી ચાંઉં કરી ગયો હતો.