વલસાડ : શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર કર્યા બાદ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ જિલ્લા મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાને લઈને થયેલા લોકડાઉનમાં અનેક પરિવારો બેરોજગાર બન્યા છેે. આવા સમયમાં છેલ્લા 20 દિવસથી વધી રહેલા સતત પેટ્રોલ અને ડિઝલના ભાવ સામાન્ય પરિવારની કમર તોડી નાખશે. જેથી કરીને લોકોને રાહત રહે તે માટે આ વધતા જતાં ડિઝલના ભાવ રોકવા જોઈએ.
જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો એકત્ર થયા હતા. તેમજ વલસાડ કોંગ્રેસ કાર્યાલયથી નીકળીને વિવિધ બેનરો સાથે મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું.