વાપીમાં ચણોદ વિસ્તારમાં આવેલા KBS કોમર્સ કોલેજ, નટરાજ પ્રોફેસનલ સાયન્સ કોલેજ અને PSP PG સેન્ટર વાપીનો વર્ષીકોત્સવઉજવવામાં આવ્યો હતો. જેમાં કોલેજના યુવક યુવતીઓએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. આ અંગે કોલેજના પ્રિન્સીપાલ પૂનમ ચૌહાણે જણાવ્યું હતું કે, કોલેજના વર્ષીકોત્સવ માટે આ વખતે ભારતના વિવિધ વિસ્તારોની કલા સંસ્કૃતિના દર્શન થાય તે માટે ખાસ નવભારત થીમ પસંદ કરવામાં આવી હતી.જેના ચીફ ગેસ્ટ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ અને સેનેટ મેમ્બર એડવોકેટ કિરણ ઘોઘારી, ઉદ્યોગપતિ કેશવજી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતાં.
કોલેજના600 જેટલા વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.કોલેજના વર્ષીકોત્સવ દરમ્યાન કોલેજના ત્રણ વર્ષના અભ્યાસ સાથે આઉટ સ્ટેન્ડિંગ પર્ફોમન્સ બતાવનાર 75 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યાંહતા. તો કોલેજ પ્રશાસન દ્વારા પણ છેલ્લા ત્રણ વર્ષમાં વિદ્યાર્થોઓનું અભ્યાસક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ બદલ સિલ્વર મેડલ સાથે સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું.