- કોરોના સંક્રમણને લઈને દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયા
- 18\4\21થી 25\4\21 સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરાશે
- કપરાડા ગ્રામ પંચાયત દ્વારા જાહેરાતપત્ર બહાર પાડવામાં આવ્યું
વલસાડ : જિલ્લા સહિત ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં પણ ધીરે-ધીરે વધતા જતા કોરોના સંક્રમણને લઈને દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. કપરાડા ગ્રામપંચાયત દ્વારા સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
લોકડાઉનનું ઉલ્લંઘન કરશે તો 10 હજારનો દંડ કરવામાં આવશે
કપરાડા ગ્રામ પંચાયત દ્વારા આગામી તારીખ 18\4\ 21થી તારીખ 25\4\21 સુધી સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો આ લોકડાઉન દરમિયાન કોઈપણ લોકડાઉનનું ઉલ્લંઘન કરશે અને તેમ કરતા પકડાશે તો તેવા લોકો સામે 10 હજારનો દંડ કરવામાં આવશે.
આ પણ વાંચો : ખેડા જિલ્લાના વિવિધ ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન
લગ્ન કે અન્ય કોઈ પ્રસંગ કરતા પૂર્વે ગ્રામ પંચાયત કે જેતે વિભાગની મંજૂરી લેવી
કપરાડા ગ્રામ પંચાયત દ્વારા સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોકે, બહાર પાડવામાં આવેલા આ જાહેરાતપત્રમાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ અન્ય પ્રસંગ આયોજન કરનારાએ ગ્રામ પંચાયત કે જે તે વિભાગની જરૂરી મંજૂરી મેળવવાની રહેશે. 100 કરતાં વધુ વ્યક્તિ ભેગા ન થાય તેની કાળજી રાખવાની રહેશે. SOPનું પાલન કરવાનું રહેશે.