વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી દરિયા કિનારે એક એન્ટી સોનાર ડિવાઇસ મળી આવ્યું હતું. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ દરિયા કિનારે દોળી આવી હતી.
વલસાડ જિલ્લામાંથી એન્ટી સોનાર ડિવાઇસ મળ્યું
- સ્થાનિક લોકોને દેખાયું ડિવાઈસ
- પોલીસ વિભાગ દ્વારા ડિવાઇસને સલામત સ્થળે ખસેડાયું
- ડિવાઇસ અંગે એજન્સીને જાણ કરવામાં આવી
- ડિવાઇસનો ઉપયોગ દરિયાની ઉંડાઈ માપવા માટે કરવામાં આવતી હોવાનું અનુમાન
આ અંગે વાપી ડિવિઝનના DySpએ જણાવ્યું હતું કે, જાણકારી મળ્યા બાદ BDS (બૉમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડ) દ્વારા ડિવાઇસને સલામત સ્થળે ખસેડી એજન્સીને જાણ કરવામાં આવી છે.
આ ડિવાઇસ પર ડેન્જર અને ઇન્ફોર્મ પોલીસ લખેલું હતું. જે વાંચીને લોકોએ તાત્કાલિક ઉમરગામ પોલીસને જાણ કરી હતી. જે બાદ ઉમરગામ પોલીસે તાત્કાલિક આ અંગે વાપી ડિવિઝનના DySp વિરભદ્રસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે આ ડિવાઇસ BDSની ટીમને મોકલી સલામત સ્થળે ખસેડ્યું હતું.
આ અંગે DySp જાડેજાએ જણાવ્યું હતું કે, આ એક એન્ટી સોનાર ડિવાઇસ લખેલ કેપ્સુલ છે. જેનો ઉપયોગ દરિયાની ઉંડાઈ માપવા માટે કરવામાં આવે છે. જેથી આ અંગે પોલીસ વિભાગે એંજન્સીને જાણ કરી છે. આ ઉપરાંત BDS (બૉમ્બ ડિસ્પોઝલ ટીમ) દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવી છે. આ કેપ્સુલ મળ્યા બાદ કાયદો વ્યવસ્થા પર કોઈ અસર પડી નથી.