ETV Bharat / state

શતાબ્દી મહોત્સવમાં આવનારી બસ કાપરીયા ગામે ધડકાભેર અથડાઈ, બસ ચાલક ફરાર - Bus accident at Kaparia village

કપરાડાના વારણા ગામેથી પ્રવાસીઓ ભરેલી બસનો કાપરીયા ગામે અકસ્માત (Bus accident at Kaparia village) થયો હતો. આ અકસ્માતમાં લોકોને નાની મોટી ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રવાસી ભરેલી બસ અમદાવાદ શતાબ્દી મહોત્સવ આવી રહી હતી તે સમયે કાપરીયા ગામના મંદિરના પિલરમાં ધડાકાભેર ભટકાઇ હતી.(Ahmedabad Shatabdi Mahotsav)

શતાબ્દી મહોત્સવમાં આવનારી બસ કાપરીયા ગામે ધડકાભેર અથડાઈ, બસ ચાલક ફરાર

author img

By

Published : Jan 2, 2023, 7:39 PM IST

શતાબ્દી મહોત્સવમાં આવનારી બસ કાપરીયા ગામે ધડકાભેર અથડાઈ

વલસાડ : હાલ અમદાવાદ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન (Ahmedabad Shatabdi Mohotsav) કરવામાં આવ્યું છે. જ્યાં અનેક જગ્યા પરથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, ત્યારે કપરાડા તાલુકાના વારણા ગામેથી લક્ઝરી બસ વહેલી પરોડીએ અમદાવાદ જવા નીકળેલી હતી. ભક્તો ભરેલી બસ કાપરીયા ગામે જલારામ મંદિરના પિલરમાં ભટકાતા બસમાં સવાર પ્રવાસીઓ પૈકી 8 લોકોને ઇજાઓ પહોંચી છે, જ્યારે બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. (Shatabdi Mahotsav coming Bus accident)

56 પ્રવાસઓ લકઝરીમાં ભર્યા હતા અમદાવાદ ખાતે ચાલી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના શતાબ્દી મહોત્સવમાં સેલવાસના મંદિરમાં સેવા આપનાર અનેક સેવકો જેઓ ગુજરાતમાં રહે છે. તેમને લઈ જવા માટે કપરાડા તાલુકાના વારણા ગામેથી 56 લોકો ભરેલી બસ અમદાવાદ જવા માટે રવાના થઈ હતી. બસ ચાલક દારૂનો નશો કરેલી હાલતમાં હોવાનું પહેલા કેટલાક લોકો જાણી ચૂક્યા હતા. છતાં બસ ચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી અને અંભેટી નજીક કાપરિયા ગામે ત્રણ રસ્તા ઉપર વળાંક નહીં કપાતા. બસ ચાલકે રોડ નજીક બનેલા જલારામ મંદિરના એક તરફના પિલરમાં ધડાકા ભેર અથડાવી દીધી હતી. (Bus accident at Kaparia village)

8 લોકોને સામાન્ય ઇજાઓ બસમાં સવાર 56 લોકો પૈકી 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. તમામ લોકોને સારવાર માટે નાનાપોઢા ખાતે આવેલી ચિરંજીવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે સમગ્ર બસનું આયોજન અને સંચાલન જેમના હાથમાં હતું. તે ધીરુ મુળા નામના વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી હતી. તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં અંબેટી કાપરીયા ખાતે આવેલા જલારામ મંદિરનો એક તરફનો ભાગ પણ નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ બસની કેબીનને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. (varna village luxury bus accident)

આ પણ વાંચો રીષભ પંત બાદ ગુજરાતમાં પણ અકસ્માતની મોટી ઘટના: 9 લોકોના કરુણ મોત

ઇજાગ્રસ્તોને સારવાર માટે વહેલી પરોઢિયે અકસ્માત થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. એકત્ર થઈ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા માટેની કવાયત હાથ ધરી હતી. હાલ તો સમગ્ર બાબતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં આવી રહી છે. સાથે જ મંદિર પરિસરમાં અથડાયેલી બસને બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરાઈ છે.

આ પણ વાંચો દિલ્હીમાં યુવતીને કારમાં ખેંચી જવાના CCTV ફૂટેજ થયા વાયરલ

ઇજાગ્રસ્તોના નામ ઈશ્વર બાપુ રાવત (ઉ.વ. 39), ભવ્ય રાવત (ઉ.વ. 04), કાકડુ કુરકુટીયા (ઉ.વ. 50), દૂધની ભોયા (ઉ.વ. 50) દિવ્યેશ સાપટા (ઉ.વ. 23), રામુ સાપટા (ઉ.વ. 59), રમેશ પટેલ (ઉ.વ. 40) અને ગીતા રડીયા (ઉ.વ. 37) ઈજાગ્રસ્ત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.