વલસાડ: વલસાડની કોલેજમાં એક વિદ્યાર્થીનું ચાલુ કલાસમાં જ મૃત્યુ થતાં શોકનો માહોલ ફેલાય ગયો છે. વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. જ્યાં S.Y.B.Aના એક વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તરફ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા બાદ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: Rajkot Jasani School: રાજકોટમાં ધોરણ 8માં ભણતી બાળકીના મોત મામલે પરિવારજનોના ગંભીર આક્ષેપ
મિત્રો સાથે જતો હતો વિધાર્થી: વલસાડની જાણીતી જેપી શ્રોફ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે વહેલી સવારે લેક્ચર પૂર્ણ થયા બાદ વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં રહેતો આકાશ દિનેશભાઈ પટેલ નામનો યુવક કોલેજમાં દ્વિતીય વર્ષમાં બી.એમાં અભ્યાસ કરી રહ્યો હતો. સવારે લેક્ચર પૂર્ણ થયા બાદ તેના મિત્રો સાથે વર્ગખંડની બહાર ઉતરી કોલેજના પટાંગણમાંથી અન્ય મિત્રોને મળવા જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ખેંચ આવી જતા તે ઢળી પડ્યો હતો.
અચાનક જ તે જમીન ઉપર ઢળી પડ્યો: અચાનક ઘટના બનતા કોલેજ પરિસરમાં ઉભેલા તમામ વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા. લેક્ચર પૂર્ણ થયા બાદ પોતાના મિત્રો સાથે કોલેજના પટાંગણમાંથી અન્ય મિત્રોને મળવા જઈ રહ્યો હતો આકાશને તે દરમિયાન ખેંચ આવી ગઈ અને અચાનક જ તે જમીન ઉપર ઢળી પડ્યો હતો. તેની સાથેના સહયોગી મિત્રો પણ તેને નીચે પડેલો જોઈ હેબતાઈ ગયા હતા, અત્યારે કોલેજમાં બેસેલા અન્ય વિદ્યાર્થીઓ પણ બનેલી ઘટના જોતા એકત્ર થઈ ગયા હતા અને ઘટના અંગે કોલેજ સંચાલકોને જાણ કરી હતી
યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો: કોલેજ પરિસરમાં અચાનક ઢળી પડેલા આકાશ પટેલને જોતા કોલેજના સંચાલકો એકત્ર થઈ ગયા હતા અને કોલેજના પ્રોફેસરની કારમાં તેને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જો કે રસ્તામાં 108 મળતા તેને તેમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો અને વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયો હતો
આ પણ વાંચો: Rajkot School Girl Case: પુત્રીના મૃત્યું બાદ માતાએ પોતાનું દર્દ ઠાલવ્યું, સરકારે માગ્યો રીપોર્ટ
હોસ્પિટલના તબીબે યુવકને મૃત જાહેર કર્યો: આકાશને 108 મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર થયેલ લાવવામાં આવ્યો હતો. જ્યારે ફરજ પર હાજર રહેલા તબીબો એ તેને તપાસ કર્યા બાદ અને કેટલીક ટ્રીટમેન્ટ આપવાની કોશિશ પણ કરી હતી, પરંતુ તેને બચાવી શક્યા ન હતા અને અંતે તેને મૃત જાહેર કર્યો હતો. કસ્તુરબા હોસ્પિટલના ડોક્ટર સમીર દેસાઈના જણાવ્યા અનુસાર યુવકને જ્યારે લઈને આવવામાં આવ્યો હતો ત્યારે તેની નાડીઓ ચાલતી ન હતી અને હૃદયના ધબકારા પણ બંધ હતા. પરંતુ તેમ છતાં પણ મેડિકલ થી કેટલીક ટ્રીટમેન્ટ આપી તેને ફરીથી ઉઠાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તબીબોના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા હતા.
કોલેજ સંચાલકો અને વિધાર્થીઓમાં શોકની લાગણી: આકાશ પટેલમાં અચાનક મહત્વ લઈને કોલેજ સંચાલકો અને વિદ્યાર્થીઓમાં શોકની લાગણી પ્રવૃત્તિ છે. જોકે આ બાબતે કોલેજના ક્લાર્ક ચેતનભાઇ આહિરે જણાવ્યું કે, અચાનક બનેલી ઘટનાને પગલે તમામ લોકો એકત્ર થઈ ગયા હતા અને બને તેટલા પ્રયત્નો સાથે યુવકને કોલેજ પરિસર માંથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ડોક્ટરોએ પણ તેને બચાવવા માટે તમામ પ્રયત્નો કર્યા. પરંતુ તેઓના પ્રયત્નો પણ નિષ્ફળ રહ્યા હતા અને યુવકને બચાવી શક્યા નથી. જો કે આ સમગ્ર બાબત લઈને હાલતો કોલેજ પરિવારમાં શોકની લાગણી પ્રવૃત્તિ છે. સાથે જ યુવકના પરિજનોમાં પણ શોક જોવા મળી રહ્યો છે.
સમગ્ર બાબત સીસીટીવીમાં કેદ: બીજી તરફ કોલેજ પરિસરમાં મૂકવામાં આવેલા CCTVમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે. અચાનક ચાલતા-ચાલતા જ આકાશ તેમના મિત્રથી થોડે દૂર જઈને જમીન ઉપર ઢળી પડે છે અને લોકો એકત્ર થઈ જાય છે. આ સમગ્ર બાબત સીસીટીવીમાં હાલ તો કેદ થઈ છે, તો બીજી તરફ રાજકોટની ઘટના બાદ વલસાડમાં આ બીજી ઘટના વિદ્યાર્થીના મોતની સામે આવી છે.