ETV Bharat / state

Accident in Valsad: ધરમપુર બાયપાસ રોડ પર લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 3ના મોત, 6 ઈજાગ્રસ્ત

વલસાડમાં ધરમપુર બાયપાસ રોડ (Accident in Valsad) પર ખાનગી ટ્રાવેલર્સની બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Luxury Bus and Container Accident on Dharampur Bypass Road) થયો હતો. તેના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે 6 લોકોને ઈજા પહોંચી હતી.

Accident in Valsad: ધરમપુર બાયપાસ રોડ પર લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 3ના મોત, 6 ઈજાગ્રસ્ત
Accident in Valsad: ધરમપુર બાયપાસ રોડ પર લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 3ના મોત, 6 ઈજાગ્રસ્ત
author img

By

Published : Apr 19, 2022, 3:36 PM IST

વલસાડઃ ધરમપુર બાયપાસ રોડ પર ખાનગી ટ્રાવેલર્સની બસ અને હાઈડ્રોલિક પ્રેશર મશીન ભરીને આવતા કન્ટેનર વચ્ચે મોડી રાત્રે અકસ્માત થયો (Luxury Bus and Container Accident on Dharampur Bypass Road) હતો. મહારાષ્ટ્રના અહમદનગરથી 36 પ્રવાસીઓ સાથે બસ આવી રહી હતી. ત્યારે બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા (Accident in Valsad) છે. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

કન્ટેનરમાં મશીન બોડી કરતા વધુ બહાર હતું
કન્ટેનરમાં મશીન બોડી કરતા વધુ બહાર હતું

80 વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે મોત - ખાનગી ટ્રાવેલર્સની બસ મહારાષ્ટ્રના અહમદનગરથી અમદાવાદ આવી રહી (Luxury Bus and Container Accident on Dharampur Bypass Road) હતી. તે દરમિયાન ધરમપુર બાયપાસ નજીક રાત્રે દોઢ વાગ્યે કન્ટેનર સાથે અકસ્માત થયો હતો. ત્યારે 80 વર્ષીય બાલકૃષ્ણ કરસનદાસ મુદડા નામના વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું.

2 ઈજાગ્રસ્તોના હોસ્પિટલ પહોંચતા રસ્તામાં મોત - આ ઘટનામાં ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવતા હતા. તે દરમિયાન તુષાર કારબારે (ઉં.વ. 40) અને લીલા ઉર્ફે મનીષાબેન શૈલેષભાઈ પાટિલ (ઉં.વ. 48) નામના 2 ઈજાગ્રસ્તોના હોસ્પિટલ પહોંચતા પહેલા મોત થયા હતા.

2 ઈજાગ્રસ્તોના હોસ્પિટલ પહોંચતા રસ્તામાં મોત

આ પણ વાંચો- Accident in Vadodara : વડોદરામાં કારચાલકે ત્રણ લોકોને કચડી નાખ્યાં, ત્રણેના મોત

કન્ટેનરમાં મશીન બોડી કરતા વધુ બહાર હતું - કન્ટેનરમાં ભરેલું હાઇડ્રોલિક પ્રેસર મશીન કન્ટેનરની બોડી કરતા 5થી 7 ફૂટ જેટલું બહાર નીકળેલું હતું - ધરમપુર બાયપાસ પાસે રાત્રિ દરમિયાન થયેલા અકસ્માતમાં કન્ટેનર ચાલકની ભૂલને કારણે મોટી ઘટના બની હોવાનું લાગી રહ્યું છે. કન્ટેનરની બોડી કરતા 5થી 7 ફૂટ બંને બાજૂ મશીનના કેટલાક પાર્ટ બહાર નીકળે. તે રીતે તેને ભરીને લઈ જવામાં આવી રહ્યું હતું. તેના કારણે બહાર નીકળેલા કેટલાક પાર્ટ્સ લક્ઝરી બસના ચાલક (Luxury Bus and Container Accident on Dharampur Bypass Road) તરફના ભાગમાં અથડાતા ઘટના બની હતી.

આ પણ વાંચો- Vallabhipur Highway Accident: ચમારડી પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા ત્રણ વર્ષના બાળક સામે માતાપિતાએ જીવ ગુમાવ્યો

ગ્રામીણ કક્ષાએ મોટા મશીનો ભરી લઈ જતા ભારે વાહનો માટે લેવી પડે છે મંજૂરી - સામાન્ય રીતે મોટી મશીનરી અને મોટા મશીનો હાઈ-વે પરથી લઈ જવા માટે RTOની પરમિશન અથવા તો ગ્રામીણ હેવી મશીનો લઈ જવા મામલતદાર કે પ્રાન્ત અધિકારીની મંજૂરી લેવાની રહે છે. આજની બનેલી ઘટનામાં આ ટ્રકચાલક પાસે મંજૂરી હતી કે, કેમ એ પણ એક તપાસનો વિષય છે.

અકસ્માત કર્યા બાદ કન્ટેનરચાલક કન્ટેનર મૂકી ફરાર - રાત્રે દોઢ વાગ્યે બનેલા અકસ્માત બાદ કન્ટેનર ચાલક કન્ટેનર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર (Luxury Bus and Container Accident on Dharampur Bypass Road) થઈ ગયો હતો. અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને 108 માધ્યમ દ્વારા સારવાર માટે ખસેડવામાં તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.