ETV Bharat / state

વલસાડ હાઈવે પર ઝાલોરથી બેંગલોર જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 20 થી વધુ લોકો ઘાયલ - Accident in Valsad

વલસાડમાં વહેલી પરોઢિયે હાઇવે ઉપર ઝાલોરથી બેંગલોર તરફ પ્રવાસીઓને ભરીને જઈ રહેલી ખાનગી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 થી વધુ પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢી વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

bengaluru
ઝાલોરથી બેંગલુરુ જતી ખાનગી લકઝરી બસને વલસાડ હાઇવે ઉપર નડ્યો અકસ્માત, 20 થી વધુ ઘાયલ
author img

By

Published : Nov 2, 2020, 10:36 AM IST

Updated : Nov 2, 2020, 12:23 PM IST

  • નેશનલ હાઇવે નંબર 48 પર ગંભીર અકસ્માત
  • 20 થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત
  • સુરત અને મુંબઈ બંને ટ્રેક ઉપર લાંબો ટ્રાફિકજામ

વલસાડ: નેશનલ હાઇવે નંબર 48 ઉપર નંદાવલા ગામ નજીક આજે વહેલી સવારે મુંબઈથી સુરત તરફના હાઇવે ટ્રેક ઉપર જઇ રહેલી ટ્રકના ચાલકને નીંદર આવી જતા ટ્રકચાલકે ટ્રક ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો. આ ટ્રક ડિવાઇડર કૂદીને સુરતથી મુંબઇ તરફ જતી ટ્રક ઉપર પહોંચી ગઈ હતી. જેમાં સામેથી આવતી એક ખાનગી બસ રાજસ્થાનના ઝાલોરથી તરફ જઈ રહી હતી એ બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ઝાલોરથી બેંગલોર જતી ખાનગી બસને વલસાડ હાઇવે ઉપર નડ્યો અકસ્માત, 20 થી વધુ ઘાયલ
સ્થાનિકો મદદ માટે આગળ આવ્યા ટ્રક અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં બસ ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સાથે બસની અંદર સવાર અન્ય 20 થી વધુ પ્રવાસીઓને ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે વલસાડના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, વહેલી પરોઢિયે સાત વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસમાંથી હેમખેમ રીતે બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા. ઇજાગ્રતોને સારવાર માટે વલસાડ સિવિલમાં લઇ જવાયા ઘટનાની જાણ સ્થાનિકોએ 108ને કરતા 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

બંને ટ્રેક ઉપર સર્જાયો ટ્રાફિક જામ

મહત્વનું છે કે, આ ઘટનાને પગલે હાઈવેના બંને ટ્રેક વહેલી સવારે જામ થઈ ગયા હતા. જેને પગલે સુરત અને મુંબઈ બંને ટ્રેક ઉપર લાંબો ટ્રાફિકજામ સર્જાયેલો જોવા મળ્યો હતો. પરંતુ બાદમાં પોલીસ સ્થળ પર પહોંચીને બંને વાહનોને હાઈવેની વચ્ચેથી સાઇડ ઉપર ખસેડવામાં આવતા વાહનો રાબેતા મુજબ શરૂ થયા હતા.

Last Updated : Nov 2, 2020, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.