- વાપી ST ડેપો પર ST બસમાં દારૂની હેરા-ફેરી
- પોલીસના નામે એક યુવાન પૈસાની ઉઘરાણી
- યુવક વાપી ટાઉનમાં હોમગાર્ડ હોવાનું સામે આવ્યું
વલસાડઃ વાપી ST ડેપો પર દમણિયા દારૂની બસમાં હેરાફેરી થતી હોવાનો એક ક્કિસો સામે આવ્યો છે, જેમાં પોલીસ કર્મચારીઓ જ નજીવા રૂપિયા માટે છાવરતા હોય તેવુ બહાર આવ્યું છે. દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલા પાસે પોલીસના નામે એક યુવાન પૈસા ઉઘરાવી રહ્યો હતો. ત્યારે ડેપોના કર્મચારીએ યુવાનની પુછપરછ કરતાં પોલીસ હોવાનું જણાવ્યુ હતું. જેનું આઇકાર્ડ માગતા અને પોલીસને જાણ કરતાં યુવાન ડેપો પરથી ભાગી છૂટ્યો હતો.
વાપી ST બસમાં દારૂની હેરા-ફેરીનો ક્કિસો
વાપી ST ડેપો પર હાલ કાયમી પોલીસ કર્મીને મુકવામાં આવ્યો નથી પરંતુ ST બસમાં દારૂની હેરા-ફેરીના કારણે પોલીસની તાતી જરૂરિયાત રહે છે. ત્યારે ડેપો પર દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલા પાસેથી એક યુવાન પોલીસ હોવાનું જણાવી રૂપિયા 200 ઉઘરાવી રહ્યો હતો. જેની જાણ થતાં ડેપોના કર્મચારીઓ અને અન્ય મુસાફરોએ યુવાનની પુછપરછ કરી હતી. ડેપોના કર્મચારી ધનસુખભાઇ પટેલે યુવાન પાસે પોલીસનો આઇકાર્ડ માંગ્યુ હતો. આ સાથે વાપી ટાઉનના PI મકવાણા સાથે ફોન પર વાત કરવા કહ્યુ હતુ, પરંતુ ડરી ગયેલો યુવાન સ્થળ પરથી ભાગી ગયો હતો. ડેપોના કર્મચારીએ પાડેલા ફોટા પરથી તે હોમગાર્ડ છગન હોવાનું પોલીસે જણાવ્યુ હતું.
દારૂની ફેરફેરી કરતી મહિલાઓ પાસે 200 રૂપિયા ઉઘરાવ્યાં
દારૂની ફેરફેરી આ ઘટનામાં કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. પરંતુ મહિલા પાસે પૈસાની ઉઘરાણી ચર્ચાનો વિષય બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, વાપી ડેપો પર દમણિયા દારૂને બસમાં ચડાવી મહિલાઓ દ્વારા તેની હેરાફેરી થતી હોવાનું અનેક વખત સાબિત થયું છે.