- ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેક્સિન લેવા આવનારા લાભાર્થીએને ભેટ
- ધરમપુરના અંતરિયાળ વિસ્તારના આદિવાસી ક્ષેત્રમાં વેક્સિન અંગે કેટલીક અફવાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે
- અફવાઓ અને ગેરમાન્યતાને કારણે અંતરિયાળ ક્ષેત્રમાં વેક્સિનેશન ખૂબ જૂજ પ્રમાણમાં
વલસાડઃ કોરોના જેવી મહામારી દિન-પ્રતિદિન પોતાનો પ્રકોપ વધારી રહી છે અને કોરોના મહામારીમાં અનેક લોકો હોમાઈ રહ્યા છે, ત્યારે તેનાથી બચવા માટે એકમાત્ર ઉપાય હાલ વેક્સિન સિવાય કોઈ નથી. આમ છતાં પણ ગ્રામીણ કક્ષાએ આદિવાસી ક્ષેત્રમાં વેક્સિન પ્રત્યે અફવાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. જેના કારણે કેટલાક અંતરિયાળ ગામોમાં આજે પણ વેક્સિન લેવા કોઈ આગળ આવતું નથી, ત્યારે આવા સંજોગોમાં લોકોમાં જાગૃતતા આવે એવા હેતુથી વલસાડ જિલ્લામાં 2 સંસ્થાઓ આગળ આવી છે અને આ બન્ને સંસ્થાના સહયોગથી ધરમપુરના અંતરિયાળ ગામોમાં વેક્સિન લેવા આવનારા લાભાર્થીઓને વિશેષ ગિફ્ટ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વેક્સિનેશનને લઈ યુવાઓમાં જોવા મળ્યો ઉત્સાહ
વેક્સિન લેવા આવનારા લાભાર્થીઓને વિશેષ ભેટ
લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમપુરના અંતરિયાળ ગામોમાં લોકો વેક્સિન લેવા તરફ વળે એવા ઉમદા હેતુથી વેક્સિન લેવા આવનારા દરેક લાભાર્થીને વિશેષ ગિફ્ટ તરીકે સ્ટીલની થાળી, વાટકી અને ગ્લાસનો એક સેટ આપવામાં આવશે. જેથી લોકોમાં જાગૃતતા આવે. આ બન્ને સંસ્થાના સંચાલકોએ જણાવ્યું કે, આ કોઈ લોભામણી જાહેરાત નથી પરંતુ લોકો પોતાનો જીવ બચાવે અને વેક્સિન લેવા તરફ વળે એવો ઉદેશ્ય છે.
ધરમપુરના વિવિધ ગામોમાં આવેલી સ્કૂલોમાં આઇસોલેશન વોર્ડમાં કામ કરતાં શિક્ષકોને પણ ભેટ
ધરમપુરના અંતરિયાળ ગામોમાં આવેલી વિવિધ પ્રાથમિક શાળાઓમાં હાલ કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. એટલે કે જો કોઈ ગામની અંદર સંક્રમિત થાય તો તેવા સંજોગોમાં સંક્રમિત થયેલા લોકોને ગામની સ્કૂલમાં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેટ આવશે છે, ત્યારે આ આઈલોશન સેન્ટર ઉપર ફરજ બજાવનારા શિક્ષકોને તેમની તકેદારી અને સુરક્ષા માટે આ બન્ને સંસ્થાઓ દ્વારા ફેશ શિલ્ડ, માસ્ક, PPE કીટ, ઓક્સી મીટર સહિતની કીટ આપવામાં આવશે. આ સાથે વેક્સિન સેન્ટરો ઉપર વેક્સિન લેવા આવનારા દરેક લાભાર્થીઓને વિશેષ ગિફ્ટ તરીકે સ્ટીલની થાળી, વાટકી અને ગ્લાસનો એક સેટ આપવામાં આવશે.
વેક્સિનેશન કરાવવાનો ઉદેશ્ય
લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ દ્વારા વેક્સિનેશ કરનારા લાભાર્થીઓને આપવામાં આવનારી આ વિશેષ ગિફ્ટ કોઈ લોભામણી જાહેરાત નથી, પરંતુ ગ્રામીણ કક્ષાના લોકોમાં ફેલાયેલી ગેરમાન્યતા દૂર થાય અને લોકોના જીવ બચે એવા ઉમદા હેતુથી આ એક નાનકડો અને સંસ્થાથી સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી ગ્રામીણ કક્ષાના લોકો વેક્સિન લેવા માટે આગળ આવે અને પોતાનો સ્વબચાવ તો કરે જે સાથે પોતાના પરિવારનો પણ સુરક્ષા જાળવી શકે.
તૈયારી કરાઈ પૂર્ણ
આમ ધરમપુર જેવા અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારમાં ગેર માન્યતાઓને દૂર કરવા માટે આ બન્ને સંસ્થા દ્વારા વેક્સિન લેવા આવનારા લાભાર્થીઓ માટે વિશેષ ગિફ્ટની જાહેરાત કરવામાં આવી છે અને તે માટેની તૈયારીઓ પણ કરી દેવાઇ છે, ત્યારે વેક્સિન સેન્ટર ઉપર જ્યારથી વેક્સિનેશન શરૂ થશે ત્યારથી તમામ લાભાર્થીઓને ગિફ્ટનું વિતરણ કરવામાં આવશે.