ETV Bharat / state

ઉમરગામના સંજાણમાં વોચમેનની હત્યા કરીને બંધ બંગલામાં કરાઈ લૂંટ

author img

By

Published : Oct 22, 2019, 8:13 PM IST

વલસાડ: જિલ્લામાં ફરી એકવાર લૂંટ સાથે હત્યાની ઘટના બનતા જ જિલ્લાભરની પોલીસ દોડતી થઇ છે. ઉમરગામ તાલુકાના સંજાણ નજીક એક બંગલામાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. લૂંટારુઓ બંધ બંગલાને નિશાન બનાવવા આવ્યા હતાં. જો કે આ બંધ બંગલાના ચોકી કરતા ચોકીદારની હત્યા કરી લૂંટ ચલાવી આરોપી ફરાર થઇ ગયા હતાં.

ઉમરગામના સંજાણમાં વોચમેનની હત્યા કરીને બંધ બંગલામાં કરાઈ લૂંટ

રાજ્યના પ્રવેશ દ્વાર એવા ઉમરગામના સંજાણ વિસ્તારમાં આવેલા બંગલામાં લૂંટને કારણે ચોકીદારની હત્યા કરવામાં આવી હતી. આમ, તો આ બંગલાના માલિક ઈમ્તિયાઝ પટેલ છે અને તે વિદેશ રહે છે. આથી માલિકે બંગલાની દેખભાળ કરવા માટે એક ચોકીદાર રાખ્યો હતો. રૂપજીભાઇ નામના આ ચોકીદાર સાંજે બંગલા ઉપર આવતા હતા અને સવાર સુધી ચોકીદારી કરીને પરત જતા હતાં. તે દરમિયાન બંગલા નજીકથી પસાર થતાં એક વ્યક્તિને કંઈક અજુકતું થયું હોવાનો અંદાજો આવતા તેણે ગામના અન્ય લોકોને જાણ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.

ઉમરગામના સંજાણમાં વોચમેનની હત્યા કરીને બંધ બંગલામાં કરાઈ લૂંટ

પોલીસે આગળ તપાસ કરતા મકાનની પાછળના ભાગે વોચમેન રૂપજીભાઇનો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી આ બંગલો બંધ હતો. જેમાં મૃતક ચોકીદાર રખેવાળી કરતા હતા. લૂંટારુઓએ લૂંટ વખતે ચોકીદારની હત્યા કરી હતી. તેમજ આરોપી બંગલામાં લાગેલા CCTVનું ડીવીઆર પણ સાથે લઈને ફરાર થઈ ગયા હતાં.

પોલીસે આરોપી સુધી પહોંચવા FSL અને ડોગ સ્કવોડની પણ મદદ લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો છે. પરંતુ, જાહેર રોડ પર બંગલામાં ચોકીદારની હત્યા કરી લૂંટારૂ ટોળકીએ કરેલી લૂંટને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસનું માનવું છે કે, બંગલામાં ત્રાટકેલા લુંટારાઓ ચોક્કસ રેકી કરીને આવ્યા હશે, ત્યારે હવે આ હત્યા અને લુંટના ગંભીર ગુનાના આરોપીઓ સુધી પોલીસ વહેલી પહોંચે એ જરૂરી છે.

Intro:રાજ્ય છેવાડે આવેલ વલસાડ જિલ્લા માં ફરી એક વાર સનસની ઘટના બનતા જ જિલ્લા ભરની પોલીસ દોડતી થઇ છે. ઉમરગામ તાલુકાના સંજાણ નજીક એક બંગલા માં લૂંટ વિથ મર્ડર ની ઘટના બની છે..લૂંટારુઓ બંધ બંગલાને નિશાન બનાવવા આવ્યા હતા .જોકે આ બંધ બંગલાના ચોકી કરતા ચોકીદાર ની હત્યા કરી સનસનીખેજ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે.. Body:રાજ્ય ના પ્રવેશ દ્વારા એવા ઉમરગામ ના સંજાણ વિસ્તારમાં આવેલો આ એ બંગલો છે કે જે એક ચોકીદારની હત્યાનો સાક્ષી બન્યો છે.આમ તો આ બંગલાના માલિક ઈમ્તિયાઝ પટેલ છે અને તે વિદેશ રહે છે...આથી માલિક એ બંગલાની દેખભાળ કરવા માટે એક ચોકીદાર રાખ્યો હતો.રૂપજીભાઇ નામના આ ચોકીદાર સાંજે બંગલા ઉપર આવતા હતા અને સવાર સુધી ચોકીદારી કરીને પરત જતા હતા.પરંતુ આજે તે સવારે પરત નહતા ગયા.આ દરમિયાન બંગલા નજીકથી પસાર થતા એક વ્યક્તિને અંદર કઈક અજુકતું થયું હોવાનો અંદાજો આવતા તેણે ગામના અન્ય લોકોને જાણ કરી હતી અને પોલીસ બોલાવીને જયારે બંગલામાં ગયા તો મકાનના પાછળના ભારે વોચમેન રૂપજીભાઇની બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી..
મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી આ બંગલો બંધ હતો જેમાં મૃતક ચોકીદાર રખેવાળી કરતો હતો..ખુખાર લૂંટારુઓ એ લૂંટ વખતે ચોકીદારની હત્યા કરી હતી ..સાથે જ કોઈ સુરાગ ન છૂટે ...તે માટે બંગલામાં લાગેલા સીસીટીવી નું ડી વી આર પણ સાથે લઈને ફરાર થઈ ગયા છે ...આથી પોલીસે લૂંટારુંઓ સુધી પહોંચવા માટે.. એફ એસ એલ અને ડોગ સ્કવોડની પણ મદદ લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.Conclusion: લુંટ કેટલાની થઇ છે અને લુંટારા ઓ એ કેટલી કિંમતી ચીઝ વસ્તુઓ ની લૂંટ કરી છે એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઇ નથી. પરિવાર વિદેશ હોવાથી તે આવ્યા બાદજ લુંટનો આંકડો સામે આવશે.પરંતુ આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો છે.પરંતુ જાહેર રોડ પર બંગલામાં ચોકીદાર ની હત્યા કરી લૂંટારૂ ટોળકીએ કરેલી સંસનીખેજ લૂંટ ને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે..પોલીસનું માનવું છે કે બંગલામાં ત્રાટકેલા લુંટારાઓ ચોક્કસ રેકી કરીને આવ્યા હશે.ત્યારે હવે આ હત્યા અને લુંટના ગંભીર ગુનાના આરોપીઓ સુધી પોલીસ વેહલી પોહાચે એ જરૂરી છે...

બાઈટ:-1 સતીષ ડોલરિયા,મૃતકના સબંધી

બાઈટ :-2 -વિરભદ્રસિંહ જાડેજા,ડી.વાય.એસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.