- ગૌવંશની કતલ થતી હોવા અંગે પૂર્વ બાતમીને આધારે પોલીસે કરી રેડ
- અંજલાવ ધૂમડિયા ફળિયામાં ચાલતું હતું ગૌવંશનું કતલખાનુ
- ઘટના સ્થળેથી 40 કિલોથી વધુ ગૌમાંસ મળી આવ્યું
વલસાડ : વલસાડ LCB અને વલસાડ રૂરલ પોલીસે ટીમ બનાવી અંજલાવ ગામે ધુમાડિયા ફળિયામાં એક ખેતરમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન તેમને ત્યાંથી ગાયોની કતલ થતી જોઇ હતી. પોલીસને જોઇને ગાયોની કતલ કરનારા ફરાર થઇ ગયા હતા. જોકે, એક શખ્સ આલીમ દાસ્તગીર શેખને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે જમીલ શેખ, રહીમ શેખ, સોહિલ રફીક અંધારાનો લાભ લઇ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. તેમની સામે પણ ગુનો નોંધવામાંં આવ્યો છે.
ઘટના સ્થળેથી ગૌવંશની કતલ માટેનો સામાન મળ્યો
પોલીસ જ્યારે ધુમાડિયા ગામે આવેલી આંબાવાડી ખાતે પહોંચી ત્યારે ઘટના સ્થળેથી કુલ 40 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતુ. પોલીસને સ્થળ પરથી 9 નાના મોટા છરા, ત્રિકમ પાવડો, જેવા ઔજારો મળી આવ્યા હતા. અહીં મોટી માત્રામાં ગાયોની કતલ થતી હોવાનું જોવા મળ્યું હતું.
ખરીદ-વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી થશે
સમગ્ર કિસ્સામાં વલસાડ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, ગૌવંશની કતલના કિસ્સામાં કોઈ પણ હોય તેને બક્ષવામાં આવશે નહીં. કતલ કરનારા તેમજ કરાવનારા, ખરીદ-વેચાણ કરનાર તમામ લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ગૌવંશ આ કતલતમાં કોનો કોનો હાથ છે? તે અંગેની તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.