ETV Bharat / state

વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવારો નક્કી કરવા બેઠક યોજાઇ - વલસાડ કોંગ્રેસ

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 28 ફેબ્રુઆરીના રોજ આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વિવિધ બેઠકો ઉપર ઉમેદવાર નક્કી કરવા માટે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી અને વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ પક્ષના પ્રભારી ડૉક્ટર સંજુ દીક્ષિતની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવાની ચર્ચાઓ અને વિચારણા કરવામાં આવી હતી. જો કે, હાલ તો વલસાડ જિલ્લા પંચાયતની 9 બેઠકો પૈકી 4 બેઠકો પર હજુ પણ ઉમેદવારી કરશે તે નક્કી થઈ શક્યું નથી. કારણ કે, આ બેઠક ઉપર 2 કરતાં વધારે ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી રહ્યા છે. જેને લઇને હાલ આ 4 બેઠકો પર કોંગ્રેસ દ્વારા કોણ ચૂંટણી લડશે તે નક્કી કરી શકાયું નથી.

ETV BHARAT
વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવારો નક્કી કરવા બેઠક યોજાઇ
author img

By

Published : Feb 5, 2021, 4:43 PM IST

  • કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી
  • ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી ડૉક્ટર સંજુ દીક્ષિતની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
  • ઉમેદવારોના નામ નક્કી કરવા કરાઈ ચર્ચા
    વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવારો નક્કી કરવા બેઠક યોજાઇ

વલસાડઃ આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જો કે, ભાજપ દ્વારા થોડા દિવસ પૂર્વે તેમના નક્કી કરાયેલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી ચૂકી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા હવે પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પૈકી વલસાડ કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડના કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ પક્ષના પ્રભારી ડૉક્ટર સંજુ દીક્ષિતના અધ્યક્ષસ્થાને એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ તાલુકાની બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 9 બેઠકો માટે કોંગ્રેસ તરફથી કોણ ચૂંટણી લડશે તે અંગેની ચર્ચાઓ કરી કેટલાક નામો નક્કી કરવામાં આવ્યા છે.

ETV BHARAT
બેઠક યોજાઇ

ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનનો સીધો ફાયદો કોંગ્રેસને થશે

વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકમાં હાજરી આપવા માટે આવેલા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી ડૉક્ટર સંજુ દીક્ષિતે જણાવ્યું કે, હાલમાં જ સમગ્ર ભારતમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે અને તેનો સીધો ફાયદો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને થઈ શકે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ એ ખેડૂતોની પાર્ટી છે અને ખેડૂતો સાથે હંમેશા તેને લગાવી રહ્યો છે. ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે તે હંમેશા તત્પર રહે છે, ત્યારે આગામી ચૂંટણીમાં તેનો સીધો ફાયદો કોંગ્રેસ પક્ષ લઇ શકે છે.

જિલ્લા પંચાયતની ૪ બેઠકો માટે વલસાડ તાલુકામાં નામો જાહેર નથી કરાયા

તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની આવી રહેલી ચૂંટણી માટે કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવારો નક્કી કરવા એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી વલસાડ જિલ્લા પંચાયતની બેઠકોમાં 4 એવી બેઠકો છે જ્યાં આગળ બે કે તેથી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેની તૈયારી બતાવી છે. જેને લઇને આ બેઠક ઉપર હજુ સુધી કોણ ઉમેદવાર ચૂંટણી લડશે કોંગ્રેસ તરફથી તે હજુ નક્કી કરી શકાયું નથી અને નામ હજી સુધી જાહેર કરાયા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.