- વાપીમાં ધોળે દિવસે એકલી વૃદ્ધાની કરપીણ હત્યા
- પરિવાર મુંબઈ ગયો હતો ત્યારે કરાઈ હત્યા
- ચાકુના ઘા મારી કરાઈ હત્યા
વલસાડ : વાપીના ગીતાનગર વિસ્તારના સરવૈયા નગરમાં D બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ફ્લેટમાં રહેતી 65 વર્ષીય અમીના ખાતુંન મોહંમદ રઝા ચૌધરી નામની મુસ્લિમ મહિલાની હત્યા કરી હત્યારો (murderer) ફરાર થઈ ગયો છે. આ અંગે પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતક મહિલાનો પરિવાર મુંબઈ ગયો હતો અને વૃદ્ધા (old woman) ઘરમાં એકલી હતી, ત્યારે આ ઘટના બનતા વાપીમાં ચકચાર મચી ગઇ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એક દિવસમાં Murderના 3 બનાવ બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
પોલીસ મથકમાં ફોન આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
આ અંગે વાપી DYSP વી.એન.પટેલે વિગતો આપી હતી કે, શુક્રવારે બપોરે 3:30 વાગ્યા આસપાસ આ ઘટના અંગે પોલીસ મથકમાં ફોન આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે દરમિયાન સરવૈયા નગરની D બિલ્ડીંગમાં આવેલા ફ્લેટના કિચનમાં 65 વર્ષીય વૃદ્ધા અમીના ખાતુંન મોહંમદ રઝાનો મૃતદેહ પડ્યો હતો. મહિલાના પેટના અને ગળાના ભાગે ચાકુના નિશાન હતાં અને ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, 1ની ધરપકડ
જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળે
હાલ પ્રાથમિક તારણ મુજબ ઘરમાં લૂંટ (Robbery) કરવાના ઇરાદે અથવા તો હત્યા કર્યા બાદ લૂંટ (Robbery) માં ખપાવવા સામાન વેરવિખેર કર્યો હોય તેવા તારણ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યાની ઘટના બાદ જિલ્લા પોલીસવડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. એ ઉપરાંત SOG, LCB, FSLસહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી હત્યારાનું પગેરું શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક વૃદ્ધા પુત્ર સાથે વાપીમાં રહેતી હતી
ઉલ્લેખનીય છે કે, મૃતક અમીના ખાતુંન વાપીમાં તેમના પુત્ર સૈફુ રહેમાન સાથે રહેતી હતી. બે દિવસથી તેમના પુત્ર સહિતનો પરિવાર મુંબઈ ગયો હતો. વૃદ્ધા (old woman) ઘરે એકલી હતી ત્યારે કોઈ અજાણ્યાએ તેની હત્યાનો અંજામ આપ્યો છે. પોલીસે મૃતક મહિલાના મૃતદેહ (dead body) ને પોસ્ટમોર્ટમ (postmortem) માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.