ETV Bharat / state

ધરમપુર પાસે વિદ્યાર્થીનીઓથી ભરેલી જીપનો અકસ્માત થતાં 9 ઈજાગ્રસ્ત

author img

By

Published : Oct 5, 2019, 1:45 PM IST

વલસાડઃ ધરમપુર નજીક આવેલી સાદડવેરા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ જીપમાં શાળાએ જતી હતી. તે દરમિયાન જીપ અન્ય વાહન સાથે ટકરાતાં અકસ્માત થયો હતો. જેમાં 9 વિદ્યાર્થીનીઓને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને તાત્કાલિક ધોરણે ધરમપુરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ, તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાનું ડૉક્ટર દ્વારા જાણવા મળ્યું છે.

વિદ્યાર્થીનીઓથી ભરેલી જીપનો અકસ્માત થતાં 9 ઈજાગ્રસ્ત

ધરમપુર નજીક અંતરિયાળમાં સાદડવેરા ગામની કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓને ગંભીર અકસ્માત નડ્યો છે. હાલ, 9 વિદ્યાર્થીનીઓ ધરમપુરની સ્ટેટ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિદ્યાર્થીનીઓના ટ્રાન્સપોર્ટેશન માટે ત્રણ વાહનોની વ્યવસ્થા કરાઈ છે. આ ત્રણેય જીપમાં 50 વિદ્યાર્થીનીઓને શાળાએ લઈ જતી હતી, ત્યારે રસ્તામાં સાપ આડો ઉતરતાં જીપ ચાલકે બ્રેક મારી હતી. જેથી પાછળથી આવતી બીજી જીપ આગળની જીપ સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ધરમપુર પાસે વિદ્યાર્થીનીઓથી ભરેલી જીપનો અકસ્માત

આ અકસ્માતમાં 9 વિદ્યાર્થીનીઓને ગંભીર ઈજા પહોંચી હતી. તમામ વિદ્યાર્થીઓને પિંડવળના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તે દરમિયાન વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર જણાતાં તેમને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન જાદવ સહિત સ્થાનિક આગેવાનો હૉસ્પિટલ દોડી આવ્યાં હતા.

ઉલ્લેખનયી છે કે, અકસ્માત વિદ્યાર્થીનીઓને તાત્કાલિક સારવાર મળતાં કોઈ જાનહાની થઈ નહોતી,અને તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓ સુરક્ષિત છે.

Intro:ધરમપુર નજીકના સાદડવેરા ગામે આવેલી કન્યા છાત્રાલયમાં રહેતી ધો.9 અને 10ની વિદ્યાર્થિનીઓને પિંડવળ માધ્યમિક શાળામાં અભ્યાસ અર્થે જીપમાં બેસાડી લઈ જવાઈ રહી હતી. આ જીપને ઉલસપિંડી ગામ નજીક પસાર થતી વખતે અકસ્માત નડ્યો હતો. જીપની આગળ રસ્તામાં સાપ આડો આવ્યો હતો. સાપને બચાવવા જીપના ડ્રાઇવરે અચાનક બ્રેક મારી હતી. પાછળથી આવી રહેલા છાત્રાલયના બે વાહનો ધડાકાભેર અથડાયા હતાં. ભીષણ અકસ્માત સર્જાયો હતો, તેમાં 9 વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી હતી. તમામને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતીBody:ધરમપુર નજીકના અંતરિયાળ વિસ્તારમાં સાદરવેરા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે. ધો. 6 થી 8 ના બાળકો અભ્યાસ કરે છે. જ્યારે છાત્રાલયમાં રહેતી ધો.9 અને 10 ની 50 જેટલી વિદ્યાર્થિનીઓ પિંડવળની માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થિનીઓને છાત્રાલયથી શાળાએ જવા તથા આવવા માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ ટ્રાન્સપોર્ટેશન માટે ત્રણ વાહનો નક્કી કરાયા છે. આ ત્રણેય વાહનો રોજ સવારે રાબેતા મુજબ જઈ રહ્યા હતા. શુક્રવારે આ ત્રણેય વાહનોના ચાલક ઉમેશ વૈજલ, નરેન્દ્ર તથા પંકજ અલગ-અલગ વાહનોમાં વિદ્યાર્થિઓને લઈને નીકળ્યા હતા. ઉલસપિંડી ગામ પાસેથી પસાર થતી વખતે રસ્તા ઉપરથી સાપ પસાર થઈ રહ્યો હતો. તે ધ્યાને આવતાં પહેલી જીપના ડ્રાઈવરે સાપને બચાવવા માટે અચાનક બ્રેક મારી હતી. આનેલીધે જીપની પાછળ ચાલી રહેલા બાકીના બંને વાહનોના ચાલકો તેમના વાહનને કંટ્રોલ કરી શક્યા નહતાં. ત્રણે વાહનો ધડાકાભેર અથડાયા હતાં. જીપમાં સવાર 9 વિદ્યાર્થિનીઓને ઇજા પહોંચી હતી. તમામને પહેલાં પિંડવળના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા વધુ સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પંચાયત શિક્ષણ અધ્યક્ષા નિર્માળાબેન જાદવ સહિતના આગેવાનો દોડી આવ્યા હતાં. મોડી સાંજે વિદ્યાર્થિનીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતુ.Conclusion:નોંધનીય છે એ સમગ્ર ઘટના બાબતે શુ કાર્યવાહી કરવામાં આવી તે બાબતે જાણકારી મેળવવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો વારંવાર પ્રયાસ કરવા છતાં શિક્ષણ અધિકારી એ ફોન ઉઠાવવા ની તસ્દી લીધી નો હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.