- પારડી તાલુકામાંથી 850 કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા
- કોંગ્રેસને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પડી શકે ફટકો
- જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ નબળી પાડવાના એંધાણ
વલસાડઃ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શનિવારે જાહેર થયા બાદ રાજકારણ ગરમાયુંં છે, ત્યારે ચૂંટણી જાહેર થયા પૂર્વે વહેલી સવારે ભાજપ કાર્યાલય વલસાડ ખાતે ભાજપના જિલ્લા પ્રમુખ હેમત કંસારાની ઉપસ્થિતીમાં પારડી તાલુકાના વિવિધ ગામોના 850 કોંગ્રેસી કાર્યકતા ભાજપમાં જોડાતા હતા.
ક્યા ક્યા ગામના કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા?
પારડી તાલુકાના ઉદવાડા, કીકરલા, કોલક, ઉદવાડા ગામ, ઉમરસાડી જેવા અનેક ગામોના કોંગી કાર્યકર્તા આજે શનિવારે ભાજપના જિલ્લા પ્રંમુખ હેમત કંસારાના હસ્તે કેસરિયા ખેસ પેહરી લીધા હતા. જેને પગલે રાજકારણ ગરમાયું છે. આમ આજે શનિવારે જિલ્લા પ્રમુખે જણાવ્યું કે, એક સાથે કોંગી કાર્યકર્તા ભાજપની વિચાર ધારા સાથે જોડાતા આગામી ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચત છે.