ETV Bharat / state

વાપીમાં 400 પોલીસ કર્મીઓએ 780 દારૂમાં લીન લોકોને ઝડપ્યા, 67 વાહનો જપ્ત - પોલીસ કર્મી

વલસાડઃ વાપી ડિવિઝન પોલીસ વિભાગે વર્ષના અંતિમ બે દિવસ દમણ-સેલવાસમાંથી દારૂ પીને ગુજરાતમાં આવનારા લોકો પર વોચ ગોઠવી હતી. જેમાં ગત વર્ષની તુલનાએ આ વખતે વધુ લોકોની ધરપકડ કરી પોલીસ સ્ટેશનનું લોકઅપ દારૂડિયાઓથી ખીચોખીચ ભરી દીધું છે. વાપી DYSP જાડેજાના જણાવ્યા મુજબ, આ વખતે 780 દારૂડિયાઓ અને 67 વાહનો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

drunk person were arrested in vapi
400 પોલીસ કર્મીઓએ 780 સોમરસમાં લીપ્ત લોકોની ઝડપ્યા, 67 વાહનો જપ્ત કર્યા
author img

By

Published : Jan 1, 2020, 10:40 PM IST

ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ પિવો, વેચવો કે હેરફેર કરવા પર પ્રતિબંધ છે. 31મી ડિસેમ્બરની મોજ માણવા લોકો દારૂની મહેફીલ માણતા હોય છે. વલસાડ જિલ્લો સંધપ્રદેશો સાથે સંયુક્ત સરહદ ધરાવે છે. દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત મહારાષ્ટ્રમાં શરાબ સેવનની છૂટ છે. જેને કારણે દર વર્ષે ગુજરાતમાં રહેતા સોમરસીકો આ વિસ્તારોમાંથી દારૂ ઢીંચી ગુજરાતમાં પ્રવેશતા હોય છે. કેટલાક લોકો વાપી અને તેની આસપાસના ફાર્મ હાઉસમાં કે અન્ય ખાનગી સ્થળોએ દારૂની મહેફિલ માણે છે. જેઓને દર વર્ષે પોલીસ વિશેષ પ્રોહીબિશન ડ્રાઇવ ચલાવી ધરપકડ કરી બરાબરનો પાઠ ભણાવતી હોય છે.

400 પોલીસ કર્મીઓએ 780 સોમરસમાં લીપ્ત લોકોની ઝડપ્યા, 67 વાહનો જપ્ત કર્યા

આ અંગે આ વર્ષે 30-31મી ડિસેમ્બર દરમિયાન વાપી ડિવિઝન પોલીસે ખાસ ડ્રિન્ક ડ્રાઇવ યોજી હતી. જેમાં 780 દારૂડિયાઓને ઝડપી પાડી તેમની વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વાપી DYSP વિરભદ્રસિંહ જાડેજાએ વિગતો આપી હતી કે, આ ઝુંબેશમાં 400 પોલીસ કર્મચારીઓને વિવિધ નાકાઓ પર તૈનાત કરવામાં આવ્યાં હતા. જેમાં 780 લોકોની પીધેલી હાલતમાં ધરપકડ કરી છે. જ્યારે તેમાંથી 67 લોકો દારૂ પીને વાહન ચલાવતા હોવાથી તેમના 67 વાહનો પણ જપ્ત કર્યા છે. તમામની મેડિકલ તપાસ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

વાપી ડીવીઝનમાં વાપી ટાઉન પોલીસ મથકમાં સૌથી વધુ 229 સોમરસીકો પકડાયા છે. જે બાદ ડુંગરા પોલીસ મથક, GIDC પોલીસ મથકનો સમાવેશ થાય છે. ગત વર્ષે વાપી અને ઉમરગામ તાલુકાના પોલીસ મથકોમાં 550 જેટલા પીધેલા લોકોને પકડવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે 780 લોકોની ધરપકડ કરી વાપી ડિવિઝનના પોલીસ સ્ટાફે વર્ષ 2020ને વેલકમ કર્યું છે.

Intro:Location :- વાપી

વાપી :- વાપી ડિવિઝન પોલીસ વિભાગે વર્ષના અંતિમ બે દિવસ દમણ-સેલવાસમાંથી દારૂ પી ને ગુજરાતમાં આવનારા લોકો પર વોચ ગોઠવી હતી. જેમાં ગત વર્ષની તુલનાએ આ વખતે વધુ દારૂડિયા લોકોની ધરપકડ કરી પોલીસ સ્ટેશનને દારૂડિયાઓથી ખીચોખીચ ભરી દીધું છે. વાપી dysp જાડેજાના જણાવ્યા મુજબ આ વખતે 780 દારૂડિયાઓ અને 67 વાહનો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Body:વલસાડ જિલ્લાની સરહદે આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત મહારાષ્ટ્રમાં શરાબ સેવનની છૂટ છે. જેને કારણે દર વર્ષે ગુજરાતમાં રહેતા શરાબ શોખીનો આ વિસ્તારોમાં દારૂ ઢીંચી ગુજરાતમાં પ્રવેશતા હોય છે. કેટલાક લોકો વાપી અને તેની આસપાસના ફાર્મ હાઉસમાં કે અન્ય ખાનગી સ્થળોએ દારૂની મહેફિલ માણે છે. જેઓને દર વર્ષે પોલીસ વિશેષ પ્રોહીબિશન ડ્રાઇવ ચલાવી ધરપકડ કરી બરાબરનો પાઠ ભણાવતી હોય છે.

આ અંગે આ વર્ષે 30-31મી ડિસેમ્બર દરમ્યાન વાપી ડિવિઝન પોલીસે ખાસ ડ્રિન્ક ડ્રાઇવ યોજી હતી. જેમાં 780 દારૂડિયાઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વાપી DYSP વિરભદ્રસિંહ જાડેજાએ વિગતો આપી હતી કે આ ઝુંબેશમાં 400 પોલીસ કર્મચારીઓને વિવિધ નાકાઓ પર તૈનાત કરવામાં આવ્યાં હતા. જેમાં 780 પીધેલા લોકોની ધરપકડ કરી છે. જ્યારે તેમાંથી 67 લોકો દારૂ પી ને વાહન ચલાવતા હોય 67 વાહનો પણ જપ્ત કર્યા છે. હાલ તમામની મેડિકલ તપાસ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યાં છે. 

Conclusion:દર વખતની જેમ આ વખતે વાપી ડીવીઝન માં વાપી ટાઉન પોલીસ મથકમાં સૌથી વધુ 229 પીધેલાઓ પકડાયા છે. જે બાદ ડુંગરા પોલીસ મથક, GIDC પોલીસ મથકનો સમાવેશ થાય છે. ગત વર્ષે વાપી અને ઉમરગામ તાલુકાના પોલીસ મથકોમાં 550 જેટલા પીધેલા લોકોને પકડી પાડવામાં આવ્યા હતાં. જ્યારે આ વખતે 780 લોકોની ધરપકડ કરી વાપી ડિવિઝનના પોલીસ સ્ટાફે વર્ષ 2020ને વેલકમ કર્યું છે. 

Bite :- વિરભદ્રસિંહ જાડેજા, DYSP વાપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.