- વલસાડમાં 4, વાપી 2 અને ઉમરગામમાં 1 કેસ
- 2021ના પ્રથમ દિવસે 1 દર્દીનું મોત
- 40 વર્ષીય યુવાન દર્દીનું સારવાર દરમિયાન મોત
વાપી : વલસાડ જિલ્લામાં ડિસેમ્બરના અંતિમ દિવસે 5 અને 2021ના પ્રથમ દિવસે 2 મળી બે દિવસમાં કોરોના પોઝિટિવના 7 કેસ નોંધાયા હતા. જેમાં વલસાડમાં 4 કેસ, વાપી 2 અને ઉમરગામ તાલુકાના ભીલાડમાં 1 કેસ પોઝિટિવ મળી આવ્યો હતો. જ્યારે ભીલાડના યુવકનું કોરોનાથી મોત થયું થયું હતું. ગુરૂવારે ભીલાડના 40 વર્ષીય યુવાન દર્દીનું સિવિલમાં દાખલ કરાયા બાદ શુક્રવારે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. વલસાડ જિલ્લામાં કુલ કેસની સંખ્યા હવે 1316 પર પહોંચી ગઇ છે. જ્યારે સાજા થનાર દર્દીઓ 1150 અને મૃત્યુઆંક 146 પર સ્થિર રહ્યો છે.
2021ના પ્રથમ દિવસે 2 કોરોના પોઝિટિવ
વલસાડ જિલ્લામાં ગુરૂવાર અને શુક્રવારના બે દિવસમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વલસાડ તાલુકામાં કોરોનાના 2 કેસ આવ્યા હતા.જ્યારે વાપી તાલુકામાં પણ કોરોના પોઝિટિવના 2 કેસ સામે આવ્યા હતા. આ સાથે ઉમરગામ તાલુકામાં ભીલાડ ગામે 40 વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થયો હતો.
40 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
ગુરૂવારે 5 અને શુક્રવારે વલસાડ શહેર અને પારનેરા-પારડીમાં 2 કેસ કોરોનાના મળી આવતા તેમને કોરાનાની સારવાર અર્થે દાખલ કરાયા હતા. આ દર્દીઓ પૈકી ભીલાડના 40 વર્ષીય યુવાનનું શુક્રવારે જ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેના મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ કમિટિના રિપોર્ટ બાદ નક્કી કરાશે તેવુ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.