લોકડાઉનમાં દરેક કંપની જેમણે મજૂરોને બે માસનો પગાર આપવો ફરજીયાત હોવાની સરકારની ગાઈડ લાઇન છે. આ ગાઈડ લાઈનને પણ કંપની સંચાલકો અને કોન્ટ્રકટર અમલ ન કરતા અનેક મજૂરો પૈસા વિના રસ્તે પગપાળા નીકળી ચૂક્યા છે.
કપરાડા તાલુકાના કાકડ કોપર ગામે આવેલ વોલપ્લાસ્ટ કમ્પનીમાં કામ કરતા 56 જેટલા કામદારોને કંપની એ બે માસ કામ કરાવ્યા બાદ લોકડાઉનમાં વેતન નહી આપતા 56 જેટલા કામદારો આજે પોતાના વતન જવા પગપાળા નીકળી પડ્યા હતા. આ કામદારો કંપનીના રૂમમાં રહીને કામ કરતા હતા. પરંતુ બે માસ થવા છતાં કોઈ વેતન ન આપતા કર્મચારીઓએ વેતનની માંગ કરી હતી.
કંપની સંચાલક અને કોન્ટ્રાક્ટરએ વેતન બે માસ પછી મળશે તેમ જણાવ્યું હતું. જો કામ કરવું હોય તો અહીં રહો અથવા રૂમ ખાલી કરી દોનું કહેતા આખરે આ 56 કામદારો કંપનીના રૂમ ખાલી કરીને ચાલી નીકળ્યા હતા. પોતાના વતન જવા માટે આ બાબતની જાણકારી કપરાડા મામલતદાર અને પી.એસ.આઈને થતા આ તમામ કામદારોને મોટપોઢા નહેરની આસપાસમાં અટકાવી દઈ ટેમ્પો મારફતે ફરીથી કંપનીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, સરકાર દ્વારા શ્રમિક વર્ગની ચિંતા કરતા લોકડાઉનમાં કામ કરનાર તમામને કંપનીએ વેતન ચૂકવવા અંગે જાહેરાત કરી હતી. અને જો ના ચૂકવે તો તેના સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની પણ જાહેરાત કરવામાં આવી હતી.