ETV Bharat / state

વલસાડનો દરિયો કોલેજના 4 વિદ્યાર્થીઓને ભરખી ગયો, ત્રણના મૃતદેહ મળી આવ્યા - વલસાડ સિવિલ હોસ્પિટલ

વલસાડઃ કોલેજના ચાર વિદ્યાર્થીઓ મોટા સુરવાડાના દરિયામાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા હતાં. જેમાંથી 2 યુવતી અને 1 યુવકનો મૃતદેહ હાલમાં મળી આવ્યો છે. જ્યારે ગ્રામજનો હાલમાં એક વિદ્યાર્થીની શોધખોળ કરી રહ્યાં છે.

bnvnb
author img

By

Published : Oct 2, 2019, 4:28 AM IST

વલસાડના મોટા સુરવાડાના દરિયા કિનારે વલસાડ કૉલેજમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતાં. જેમાં બે છોકરી અને 1 છોકરાનો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતાં. આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસે ત્રણ મૃતક વિદ્યાર્થીઓના મૃતદેહને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતાં.

વલસાડનો દરિયો કોલેજના 4 વિદ્યાર્થીઓને ભરખી ગયો, ત્રણના મૃતદેહ મળી આવ્યા

જ્યારે પોલીસે મૃતકો પાસેથી વલસાડ કોમર્સ કોલેજના આઈકાર્ડ મળી આવ્યા હતાં. જેમાં મૃતકોમાં નિલ એમ ભટ્ટ, નીલીમા ઓઝા અને રસ્મિતા કે દેશમુખના મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યાં હતાં. જ્યારે હજુ એક વિદ્યાર્થી દિપક માલીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહીતનો કાફલો વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોની મુલાકાતે આવી અને તેને સાંત્વના પાઠવી હતી. નોંધનીય છે કે તમામ વિધાર્થીઓ ફરવા માટે દરિયા કિનારે આવ્યાં હોવાનું માનવામાં આવે છે અને અચાનક ભરતી આવી જતા તેઓ દરિયામાં તણાઈ ગયા હોવાનું મનાઇ રહ્યું છે.

Intro:વલસાડ ના ચાર જેટલા કોલેજના વિદ્યાર્થીઓ નું મોટા સુરવાડા દરિયા માં ડૂબી જતાં 2 યુવતી અને 1 યુવક ની લાશ મળી આવી હતી હાલ ગ્રામજનો એ ત્રણ મૃતક વિદ્યાર્થીઓ ની લાશ દરિયામાંથી બહાર કાઢી જ્યારે એક વિદ્યાર્થી ની શોધખોળ ચાલી રહી છે.
Body:વલસાડના મોટા સુરવાડા દરિયા કિનારે વલસાડ ની કૉલેજ માં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થી જેમાં બે છોકરી અને 1 છોકરાની લાશ દરિયા કિનારે દેખાઈ આવતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. અને આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથક માં જાણ કરતા વલસાડ રૂરલ પોલીસ ની ટિમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં પોલીસે ત્રણ જેટલા વિદ્યાર્થીઓ ની ડેથબોડીને વલસાડ ની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડયા હતા. જ્યારે પોલીસે મૃતકો પાસે થી વલસાડ કોમર્સ કોલેજ ના આઈકાર્ડ મળી આવ્યા હતા. જેમાં મૃતકો માં નિલ એમ ભટ્ટ રહે વલસાડ ભદેલી ગામ, અને નિલીમાં બેન ઓઝા રહે વલસાડ જૂની રામવાડી, સાથે રુસ્મિતા કે દેશમુખ રહે વલસાડ મોગરાવાડીની લાશ દરિયા કિનારે મળી આવી હતી જ્યારે ચોથો વિદ્યાર્થી દિપક માલી ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ઘટના ની જાણ થતા ડીવાયએસપી સહીત નો કાફલો વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો ની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી Conclusion:નોંધનીય છે કે ચારે વિધાર્થીઓ માત્ર સેલગાહે દરિયા કિનારે નીકળ્યા હોવાનું માનવામાં આવે છે અને અચાનક ભરતી આવી જતા તેઓ દરિયા માં તણાઈ ગયા હોવાનું મનાઇ રહ્યું છે

બાઈટ :- નૈતિક આહીર (મૃતક ના મિત્ર)

Story apruv by desk
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.