આગામી 13 જૂનથી 15 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાંથી વાયુ નામનું વાવાઝોડું પસાર થવાનું હોવાથી વલસાડ જિલ્લા સરકારી તંત્ર સતર્ક બન્યું છે. તમામ પ્રકારના આયોજનો કોઈપણ મોરચાને પહોંચી વળવા માટે કરી દેવામાં આવ્યા છે. ત્યારે દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા વલસાડના વિવિધ તાલુકાની સ્કૂલોને જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગે 13 જૂનથી 15 જૂન દરમિયાન રજા જાહેર કરી છે.
જેમાં વલસાડ તાલુકાની મગોદ, ડુંગરી, મેહ, અટાર, સુરવાડા, તિથલ, કોસંબા, ભાગડાવાડા, માલવણ, કકવાડી, દાંતી, દાંડી, ભાગડ, ધરાસણા, છરવાડા, ભદેલી, જગાલાલા ભદેલી, લીલાપોર વેજલપોર, સેગવી, ઉમરસાડી અને ભગોદ જ્યારે પારડી તાલુકાની ચાર જેટલી સ્કૂલો કોલક, ઉંમરસાડી, ઉદવાડા અને કલસરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઉંમરગામ તાલુકાની 13 જેટલી સ્કૂલો ઉંમરગામ, ગોવાડા, પહેરી, વડગામ, નારગોલ, સરોડા, કલગામ, ફણસા, કાલય, કરમબેલી, ખતલવાડા અને વારોલી આમ પ્રાથમિક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ તમામ સ્કૂલો દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલી હોવાનું સરકારી તંત્રને જાણ થતા આ રજાઓ જાહેર કરી છે.