- થર્ટી ફર્સ્ટની ઉજવણી અગાઉ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં
- 18 ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ અભિયાન શરૂ કરાયું
- રાજ્યમાં દમણથી પ્રવેશતા દારૂને અટકાવવામાં પોલીસને મહત્વની સફળતા મળી
વલસાડ : આગામી દિવસમાં આવી રહેલા થર્ટી ફર્સ્ટને લઈને વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં છે. કારણ કે, થર્ટી ફર્સ્ટ પહેલાના 5 દિવસ અગાઉથી દારૂના ખેપ કરનારા ખેપિયાઓ દારૂ એકત્ર કરતા હોય છે. જેની પાછળનું કારણ થર્ટી ફર્સ્ટના દિવસે પોલીસ દારૂ લઇ જનારાઓ સામે કડક કાર્યવાહી કરે છે. જેને લઇને પ્રિ પ્લાનિંગ કરી દારૂ લઇ જવાતો હોય છે.
હાઉસ રેડ કરી લિસ્ટેડ બુટલેગર સામે કાર્યવાહી કરી
વલસાડ જિલ્લા પોલીસે આ વખતે આવા ખેપિયાઓને થર્ટી ફર્સ્ટ પૂર્વજ ઝડપી લેવા માટે એક અઠવાડિયા અગાઉ વિશે પ્રોહિબિશન ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં છેલ્લા 6 દિવસમાં 40થી વધુ કોલિટી કેસ પોલીસે નોંધ્યા છે. આ સાથે જિલ્લાના અને પોલીસ મથકોમાં હાઉસ રેડ કરી લિસ્ટેડ બુટલેગર સામે પણ કાર્યવાહી કરી છે. જેને લઇને જિલ્લામાં ફફડાટ ફેલાયો છે.
થર્ટી ફર્સ્ટ અગાઉ વિશેષ પ્રોહિબિશન ડ્રાઈવ શરૂ કરાઈ
થર્ટી ફર્સ્ટ અગાઉ દમણથી ગુજરાતમાં દારૂ ન પ્રવેશે એવા હેતુથી વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી છે અને એક અઠવાડિયા અગાઉ જ વાહન ચેકિંગ અભિયાન હાઉસ રેડ તેમજ દારૂના વિવિધ કેસ નોંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને દારૂની ખેપ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગત અઠવાડિયામાં જિલ્લામાં 40થી વધુ મોટા દારૂના કેસ નોંધાયા
ગત અઠવાડિયાથી વાહનચેકિંગ તેમજ દારૂની વિશેષ ડ્રાઇવ જે તે પોલીસ મથકમાં શરૂ કરવામાં આવી છે. જેને લઇને દરેક પોલીસ મથકમાંથી દારૂના કેસ નોંધવામાં આવી રહ્યા છે. જેને લઇને છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લામાં 40થી વધુ દારૂના કોલેટી કેસ નોંધવામાં આવ્યા છે. એટલે કે રાજ્યમાં દમણથી પ્રવેશતા દારૂને અટકાવવામાં પોલીસને મહત્વની સફળતા મળી રહી છે.
સંઘપ્રદેશ દમણ અને સેલવાસ સાથે જોડતા રાજ્યના માર્ગો પર 18 ચેકપોસ્ટ ઊભી કરાઇ
પોલીસ દ્વારા સંઘપ્રદેશ દમણ અને સેલવાસથી ગુજરાતમાં પ્રવેશતા માર્ગો પર 18 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. જ્યાં ગુજરાતમાં પ્રવેશી રહેલા તમામ વાહનોનું ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે જો દમણથી કે સેલવાસથી પોતાના વાહનોમાં દારૂની બોટલ લઇને ગુજરાતમાં પ્રવેશો તો નક્કી જેલની હવા ખાવાનો વારો આવશે. થર્ટી ફર્સ્ટના એક અઠવાડિયા અગાઉ જ પોલીસે ગુજરાતમાં દારૂ ન પ્રવેશે તે માટે કમર કસી લીધી છે.
દારૂની ખેપ કરનારાઓમાં ફફડાટ ફેલાયો
વલસાડ જિલ્લા પોલીસ હાલ ગુજરાતમાં દારૂ ન પ્રવેશે તેવા હેતુથી થર્ટી ફર્સ્ટને લઈને એલર્ટ મોડમાં આવી ગઈ છે. વિવિધ ચેકપોસ્ટો પર તેમજ વિવિધ પોલીસ મથકોમાં લીસ્ટેડ બૂટલેગરોના ઘરે પહોંચીને પણ રેડ કરી દારૂના કેસો કરવામાં આવી રહ્યા છે. જેને લઇને દારૂ વેચનારાઓ તેમજ દારૂની ખેપ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.