વાપી : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવારે વધુ 14 દર્દીઓ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં કુલ 1025 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 218 એક્ટિવ દર્દીઓ છે. જ્યારે 807 દર્દીઓ સ્વસ્થ થયા છે.
સંઘપ્રદેશ દમણમાં મંગળવારે 7 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે 17 રિકવર થયા હતાં. દમણમાં અત્યાર સુધીમાં કુલ 971 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી હાલ 111 સારવાર હેઠળ છે. જ્યારે 860 દર્દીઓ સ્વસ્થ થયા છે.
વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની રફતાર ધીમી પડવા છતાં મોતના આંકડા વધી રહ્યા છે. મંગળવારે વધુ એક કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું. તો મંગળવારે વધુ 8 દર્દીઓ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમજ 5 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 929 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી હાલ માત્ર 79 દર્દીઓ સારવાર હેઠળ છે. 747 દર્દીઓ સ્વસ્થ થયા છે. 103 દર્દીઓના મોત નીપજ્યા છે.
વલસાડ-દમણ-સેલવાસમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા - દાદારાનગર હવેલી ન્યુઝ
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી મળીને મંગળવારે વધુ 29 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તો તેની સામે 38 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે વલસાડમાં વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે.