ETV Bharat / state

વલસાડ જિલ્લામાં બે દિવસોમાં 19,050 લોકોએ કોરોનાની રસી લીધી - Corona virus

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને સરકાર દ્વારા કોરોનાની રસીને લઈને અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. દરેક ગ્રામ પંચાયત તેમજ દરેક આરોગ્ય કેન્દ્ર ઉપર 60 વર્ષ ઉપરના લોકોને કોરોનાની રસી આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જે પૈકી વલસાડ જિલ્લામાં શનિવાર અને રવિવારે બે દિવસ દરમિયાન કુલ 19,050 લોકોએ કોરોનાની રસી લીધી છે.

વલસાડ જિલ્લામાં બે દિવસોમાં 19,050 લોકોએ કોરોનાની રસી લીધી

author img

By

Published : Mar 21, 2021, 10:56 PM IST

  • વલસાડ જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયતોમાં કોરોનાની રસી આપવાની શરૂઆત
  • 60 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોનાની રસી મુકાવાની કામગીરી શરૂ કરાઈ
  • જિલ્લામાં શનિવાર અને રવિવારના રોજ 19,050 લોકોએ કોરોનાની રસી લીધી

વલસાડઃ જિલ્લામાં ધીરેધીરે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એક તરફ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાની રસીકરણનું અભિયાન પણ જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. શનિ-રવિની રજાઓમાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 365 જેટલા બૂથ ઉપરથી કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં રવિવારના દિવસે 8614 જેટલા લોકોએ કોરોનાની રસી લીધી છે.

વલસાડ જિલ્લામાં બે દિવસોમાં 19,050 લોકોએ કોરોનાની રસી લીધી
વલસાડ જિલ્લામાં બે દિવસોમાં 19,050 લોકોએ કોરોનાની રસી લીધી

સૌથી ઓછું રસીકરણ ધરમપુર તાલુકામાં નોંધાયું

વલસાડ જિલ્લામાં કોરોનાનું રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે ધરમપુર તાલુકામાં લોકોમાં વેક્સિન અંગે જાગૃતતા ઓછી હોવાને લઈને અંતરિયાળ વિસ્તારના લોકો રસી મુકાવવા માટે આગળ નથી આવી રહ્યા જેથી ડોક્ટરોએ તેમને સમજાવવાની ફરજ પડી રહી છે, ત્યારે આજે રવિવારના રોજ ધરમપુર ખાતે માત્ર 613 જેટલા લોકોએ કોરોનાની રસી લીધી છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં એક સાથે 555 વડીલોનું કરાયું વેક્સિનેશન

સૌથી વધુ રસીકરણ ઉમરગામ તાલુકામાં નોંધાયુ

કોરોનાની રસી આપવાની કામગીરી આજે રવિવારે વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળો પરથી કરવામાં આવી રહી હતી. ઉમરગામ તાલુકામાં રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું. જેમાં આજે રવિવારે ફુલ 2884 લોકોએ કોરોનાની રસી લીધી છે.

વિવિધ તાલુકાના આંકડાઓ પર એક નજર

વલસાડ તાલુકાના 67 બૂથ ઉપરથી 1761 લોકોએ રસી લીધી હતી, જ્યારે પારડી તાલુકાના 45 બૂથ ઉપરથી 844 લોકોએ રસી મુકાવી હતી. વાપી તાલુકાના 38 બૂથ ઉપરથી 2009 લોકોએ કોરોનાની રસી લીધી હતી. જ્યારે ઉમરગામ તાલુકાના 60 બૂથ ઉપરથી 2884 લોકોએ રસી મુકાવી હતી. સૌથી ઓછું રસીકરણ ધરમપુર તાલુકામાં 57 બૂથો ઉપરથી 613 લોકોએ રસી મુકાવી જ્યારે કપરાડા તાલુકામાં 98 બૂથ ઉપરથી 503 લોકોએ કોરોનાની રસી લઈને ભય મુક્ત થયા છે. વલસાડ જિલ્લામાં શનિવારના રોજ 10,437 લોકોએ જ્યારે રવિવારના રોજ 8414 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.