ઉમરગામના સરી ગામ વિસ્તારમાં વર્ષ 2017માં 15 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં બાળકીના મામાના સાળા કિશન ગજુ ભેકરે તેને દુકાને લઈ જવાના બહાને ખેતરમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારે એક મહિલાએ બાળકીને પ્રતિકાર કરતાં જોતા સમગ્ર બહાર આવી હતી.
ઘટનાની જાણ થતાં બાળકીના માતા-પિતાએ મામા સામે સ્થાનિક પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે ઘટનાની તપાસ કરી આરોપીની ધરપકડ કરી હતી. આજે જિલ્લા કોર્ટે આરોપી વિરૂદ્ધ ચુકાદો આપી ફરિયાદીને ન્યાય આપ્યો છે.
વલસાડ એડિશનલ સેશન્સ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને આરોપીને 7 વર્ષની સખત કેદની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 6 માસની સજાનો આદેશ કર્યો છે.