ETV Bharat / state

ઉમરગામમાં આભ ફાટ્યું, 24 કલાકમાં 14.52 ઇંચ વરસાદ, મકાનોમાં પાણી પાણી - ઉમરગામમાં જનજીવન પર માઠી અસર

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 14.52 ઇંચ વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતાં. ભારે વરસાદને કારણે જનજીવન પર માઠી અસર પડી હતી, તો કેટલાય મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ બન્યા હતાં.

umargam
વલસાડ
author img

By

Published : Aug 5, 2020, 10:23 AM IST

Updated : Aug 5, 2020, 11:06 AM IST

વલસાડ: ઉમરગામ તાલુકા સહિત ઉમરગામ ટાઉનમાં મંગળવારે રાત્રે અનરાધાર મેઘ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા મેઘરાજાએ આ સમગ્ર વિસ્તારને પાણીમાં ગરકાવ કરી નાખ્યો હતો. ઉમરગામ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 363 mm એટલે કે 14.52 ઇંચ વરસાદ વરસ્યો હતો.

ઉમરગામમાં 24 કલાકમાં 14.52 ઇંચ વરસાદ વરસતા ઘરોમાં પાણી ભરાયા

વરસાદને કારણે કેટલાય મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. તેમજ સ્ટેશન રોડ સહિતના કેટલાક માર્ગને બંધ કરવાની ફરજ પડી હતી. નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘર ઓફિસમાં પાણી ભરાયા હતાં. જેમાં ઘરનું રાચરસીલું અને ફર્નિચર તણાયા હતાં. લોકો કમર સુધીના પાણીમાં ફસાયા હતાં. જો કે, વહેલી સવારે વરસાદનું જોર ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 363 mm વરસાદ સાથે સિઝનનો કુલ 1034 mm વરસાદ નોંધાયો છે. જે જિલ્લાનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે.

Last Updated : Aug 5, 2020, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.