- વલસાડ નજીક રેલવે ટ્રેક 11 જેટલી ગાયોના મૃત્યું
- 3 ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી
- તમામ મૃત ગાયોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
વલસાડ: જિલ્લાના નજીકમાં આવેલા જોરાવાસણ રેલવે સ્ટેશનના ફાટક નજીક આજે વહેલી સવારે આઠ વાગે ટ્રેનની અડફેટે 14 જેટલી ગાયો આવી હતી જેમાં 11 ગાયોનું મૃત્યું થતા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. સાથે જ ત્રણ જેટલી ગાયોના પગ પણ કપાઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી વલસાડ અગ્નિવીર ગૌ સેવા દળના યુવાનોને થતા પશુ પ્રેમી યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને સારવાર અર્થે નવસારીના ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ મૃત્યુ પામેલી ગાયને અંતિમવિધિ કરવા માટેની તમામ પ્રક્રિયાઓ હાથ ધરી હતી.
14 જેટલી ગાયોના મૃત્યુ
અગ્નિવીર ગૌ સેવા દળના દિનેશભાઇ અને સોમુભાઈ એ જણાવ્યું કે શનિવારે વહેલી સવારે આઠ વાગ્યે તેમને કોલ આવ્યો હતો કે બીલીમોરા અને વલસાડ રેલવે સ્ટેશનની વચ્ચે આવેલા જોરાવાસણ ગામ પાસે રેલ્વે ફાટક નજીક સુરત તરફના ટ્રેક ઉપર વહેલી સવારે ગુડ્સ ટ્રેન પસાર થઇ રહી હતી તે દરમિયાન ઉપર રખડી રહેલી 14 જેટલી ગાયો ટ્રેનની અડફેટે આવી જતા એક સાથે 11 ગાયોના કરુણ મૃત્યું થયા હતા તો સાથે જ અન્ય ત્રણ જેટલી ગાયોના પગ કપાઇ જતા પગના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો : સુરતના SP ઉષા રાડાએ પોતાના નિવાસ સ્થાને બનાવી ગૌશાળા
ગર્ભમાંથી વાછરડા બહાર આવી ગયા
આ અકસ્માત માં મૃતક બે ગાયના ગર્ભ માંથી બચ્ચા પણ બહાર આવી ગયા હતા જેને લઇ ને કમકમાટી ભર્યા દ્ર્શ્યો સર્જાયા હતા. ઈજાગ્રસ્ત ગાયોને પ્રથમ સારવાર માટે નવસારીના પાંજરાપોળ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ એક સાથે 11 જેટલી ગાયોના રેલવે ટ્રેક ઉપર કપાઈ જતાં મોત થવાને લઈને અગ્નિવીર ગૌ સેવા દળના યુવાનોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી હતી.
આ પણ વાંચો : ગૌ આધારિત ખેતીને પ્રત્સાહિત કરવા આખલાને હેલિકોપ્ટરમાં લઈ જવાશે
મૃતક ગાયોની કરી અંતિમવિધિ
આ તમામ યુવાનોએ મૃતક ગાયોને અંતિમવિધિ માટે ટ્રેક ઉપરથી ઉઠાવી નજીકની જગ્યામાં ખાડા કરી અંતિમવિધિ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં કોઇપણ સ્થળે ગૌ સેવાની વાત આવે ત્યારે અગ્નિવીર ગૌ સેવા દળના યુવાનો ખડે પગે અડધી રાત્રે પણ ગાયોની સેવા કરવા માટે પહોંચી જતા હોય છે. એક સાથે 11 ગાયોના મૃત્યુની ખબર મળતા તમામ ગૌ સેવકો પણ ગમગીન બન્યા હતા.