ETV Bharat / state

ભારે વરસાદમાં ખડે પગે રહી, 108 એમ્બ્યુલન્સ સેવાએ 28 મહિલાઓની પ્રસૂતિ કરાવી

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. વલસાડમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદમાં (Heavy rain in Valsad )પણ જિલ્લામાં 23 જેટલી 108 એમ્બ્યુલન્સ ( Valsad 108 Ambulance )કાર્યરત છે. જુલાઈ માસમાં 10 જુલાઈથી 16 જુલાઈ સુધી ભારે વરસાદ વચ્ચે કુલ 1,770 વિવિધ કેસો સામે આવ્યા હતા. વરસાદી સમયમાં અનેક સેવાકીય કામગીરી 108ના કર્મચારીઓએ બજાવી છે.

ભારે વરસાદમાં ખડે પગે રહી, 108 એમ્બ્યુલન્સ સેવાએ 28 મહિલાઓની પ્રસૂતિ કરાવી
ભારે વરસાદમાં ખડે પગે રહી, 108 એમ્બ્યુલન્સ સેવાએ 28 મહિલાઓની પ્રસૂતિ કરાવી
author img

By

Published : Jul 20, 2022, 6:00 PM IST

Updated : Jul 20, 2022, 7:53 PM IST

વલસાડઃ ગુજરાત સરકાર દ્વારા આરોગ્યલક્ષી આપાતકાલીન સેવા માટે જેને સંજીવની તરીકે ઓળખવામાં આવે છે તે 108 એમ્બ્યુલન્સ( Valsad 108 Ambulance )સેવા વલસાડ જિલ્લામાં 10 જુલાઈ થી 15 જુલાઈ દરમિયાનમાં પ્રસૂતા મહિલાઓ માટે(Maternity cases in Valsad)ખરેખર સંજીવની અને નવજીવન બક્ષનારી બની છે. ભારે વરસાદ (Heavy rain in Valsad )વચ્ચે પણ 108 એબ્યુલન્સના કર્મચારીઓએ ખડે પગે સેવા આપી છે.

108 એમ્બ્યુલન્સ સેવા

વરસાદ વચ્ચે કુલ 1770 વિવિધ કેસો સામે આવ્યા - જિલ્લામાં 23 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જુલાઈ માસમાં 10 જુલાઈ થી 16 જુલાઈ સુધી ભારે વરસાદ વચ્ચે કુલ 1,770 વિવિધ કેસો સામે આવ્યા હતા, જેમાં અત્યંત સંવેદનશીલ કહી શકાય એવા 28 પ્રસૂતિના કેસમાં તાલીમ પામેલા ઇ એમ ટી દ્વારા 15 એવી પ્રસુતિ કરાવવામાં આવી જેમાં મહિલાએ હોસ્પિટલ પહોંચતા પેહલા કે માર્ગ માજ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ( Ambulance service)કરાવવામાં આવી હતી.

વરસતા વરસાદમાં પણ 108 એમ્બ્યુલન્સ સેવા અડગ રહી - કોઈપણ પ્રકારના આપાતકાલીન સમયમાં 108 દ્વારા(108 Ambulance) દર્દીને જેતે સ્થળ પરથી લઈને નજીકના દવાખાનામાં સારવાર માટે ખસેડવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવે છે. વરસાદી માહોલ વચ્ચે પણ વલસાડ જિલ્લામાં 108 ઉપર કામ કરતાં કર્મચારીઓએ આવીરત સેવા બજાવી હતી અને વિવિધ પ્રકારના આવતા 1770 જેટલા કુલ કેસો હેન્ડલ કર્યા હતા.

વરસાદી સમયમાં અનેક સેવાકીય કામગીરી - વલસાડ જિલ્લાના 108 એમ્બ્યુલન્સની કામગીરી જેમના નિર્દેશ અનુસાર ચાલે છે એ અધિકારી ધવલપારેખે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી જણાવ્યું કે જિલ્લામાં અત્યાર સુધીમા 75 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાઇ ચુક્યો છે. ત્યારે લોકોને આવીરત સેવા આપવા માટે 108 એમ્બ્યુલન્સ સેવા આવીરત કામગીરી કરી રહી છે. તેમણે કહ્યું કે ધરમપુર અને કપરાડા જેવા દુર્ગમ ક્ષેત્રમાં પણ વરસાદી સમયમાં અનેક સેવાકીય કામગીરી 108ના કર્મચારીઓએ બજાવી છે. 1 જુલાઈથી 16 જુલાઈ સુધીમાં કુલ 530 જેટલા માત્ર પ્રસૂતિના કેસો સામે આવ્યા છે.

સંવેદન સીલ કેસ આવ્યા - પ્રસૂતિના આ 28 કેસ એવા છે કે જેને સંવેદન સીલ કહી શકાય, 15 કેસોમાં ઘરે મહિલા દર્દીને પ્રસુતિ પીડા સાથે હોસ્પિટલ લઈ જતા કે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલ લઈ જતા જ માર્ગમાં એટલે કે 108 એમ્બ્યુલનસમાં જ ડિલિવરી થઈ છે. તો 15 કિસ્સા એવા છે કે જેમાં 108 સ્થળ ઉપર પહોંચી સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવી અને માતા બાળક બન્નેને હોસ્પિટલ પહોચાડ્યા હતા. આમ વરસતા વરસાદમાં પણ તાલીમ પામેલા ઇ એમ ટી દ્વારા અતિસંવેદનશીલ કહી શકાય એવા કેસો પણ હેન્ડલ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ Dhvani Project : ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાવાના બનાવો પર લાગશે આ રીતે પૂર્ણવિરામ

222 જેટલા અકસ્માતના કેસ આવ્યા - 10 જુલાઈથી શરૂ થયેલા મેઘરાજાએ વલસાડ જિલ્લાને ઘમરોડી નાખ્યો હતો. સામેલા ધાર પડેલા આ વરસાદમાં અનેક કિસ્સાઓ પણ નોંધાયા છે. જેમાં અકસ્માતના 222 જેટલા કેસો 108ને મળ્યા હતા, જેમાં અકસ્માત પામેલા અનેક દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાઇવે પર પડેલા ખાડાઓને કારણે હાલમાં અકસ્માતોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.

108ની ટીમ એક કિલોમીટર ચાલીને પહોંચી - 108 એમ્બ્યુલન્સના મેનેજર ધવલ પારેખના જણાવ્યા અનુસાર 10 થી 16 જુલાઈ વચ્ચે પડેલા વરસાદને પગલે અનેક જગ્યાઓ પર વિવિધ કિસ્સાઓ અને કેસો સામે આવ્યા હતા. જેમાં વલસાડ નજીક આવેલા કોસંબા ગામે દરિયામાં હોળીમાં બેસી ગયેલા એક વ્યક્તિને અચાનક ખેંચ આવી જતા તેઓ બેહોશ થઈને પડી ગયા હતા, જેમને લેવા માટે 108 સ્થળ પર પહોંચી શકે તેમ ન હતી. જેને પગલે દર્દીને હંમેશા બચાવવાની નેમ સાથે 108 ની ટીમ આગળ રહેતી હોય છે. ત્યારે દર્દીની કન્ડિશન જોતા જ 108ની ટીમ દ્વારા ટ્રેચર લઈ અંદાજિત એક કિલોમીટર જેટલું અંતર કાપીને પગપાળા પહોંચી દર્દીને ઊંચકીને લઈ આવવામાં આવ્યો હતો. તે બાદ તેને સારવાર માટે ખસેડાયો હતો. વરસતા વરસાદની વચ્ચે 108 ની ટીમ દ્વારા ઊંમદા કામગીરી કરાઈ હતી.

આ પણ વાંચોઃ આ જિલ્લામાં કે 108 એમ્બ્યુલન્સ સૌથી ઓછા સમયમાં પહોંચે છે સ્થળ પર, જાણો કારણ

108 માટે જિલ્લામાં નોંધાયેલા કેસો - જિલ્લામાં 108 એમ્બ્યુલન્સને જુલાઈ માસમાં અત્યાર સુધીમાં 1770 જેટલા વિવિધ કેસો મળ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 529 જેટલા પ્રસુતિના કેસ પેટમાં દુખાવાના 300 કેસ, માથાના દુખાવાના 123 કેસ, હાઈ ફિવરના 222 કેસ નોંધાયા છે ત્યારે વરસતા વરસાદ વચ્ચે પણ 108 દ્વારા અવિરત સેવા અપાઈ છે. આમ વલસાડ જિલ્લામાં લાઈફ લાઈન અને સંજીવની ગણવામાં આવતી 108 સેવા દ્વારા સાંબેલાધાર વરસાદ વચ્ચે પણ પોતાની અવિરત સેવા જિલ્લા વાસીઓને પૂરી પાડી છે. તેમની કામગીરી ખરેખર ઉમદા અને વખાણવા લાયક રહી છે.

Last Updated : Jul 20, 2022, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.